તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અનોખો સંયોગ:પાટણના બાલિસણા ગામે સ્મશાનમાં નવી સગડી દાન આપનાર દાતાની જ ત્યાં પ્રથમ અંતિમવિધિ થઈ

પાટણ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
દાન મળેલ સગડી પર દાતા જ સૌપ્રથમ પંચતત્વમા વિલિન થયા હતા. - Divya Bhaskar
દાન મળેલ સગડી પર દાતા જ સૌપ્રથમ પંચતત્વમા વિલિન થયા હતા.
  • બાલિસણાના વતની અને જલોત્રા મા.શાળાના પૂર્વ આચાર્ય હરજીવનભાઈ વણારસીભાઈ પટેલનું અવસાન

પાટણ તાલુકાના બાલિસણા ગામે પાટીદાર યુવાનો દ્વારા તાજેતરમાં જુના સ્મશાનમાં સાફસૂફી કરીને ગામમાં જ અંતિમવિધી કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. જેમાં દાનમાં મળેલ નવીન સગડી શનિવારે ફીટ કરવામાં આવી હતી. યોગાનુયોગ વૃદ્ધ નિવૃત્ત સારસ્વત અને દાતાનું 85 વર્ષની વયે નિધન થતા નવીન સગડી પર સૌપ્રથમ અગ્નિદાહ તેમનો જ થયો હતો.

સિદ્ધપુર મુક્તિધામ દ્વારા દૂરના મૃતકોને અંતિમવિધી માટે ન લાવવા અપીલ કરવામાં આવતા 5 ગામ લેઉવા પાટીદાર સમાજના મણુંદ, સંડેર અને બાલિસણા ગામોમાં જુના સ્મશાનોમાં અગ્નિદાહ શરૂ કરવામાં આવ્યા છે. બાલિસણા ગામે નીલકંઠ મહાદેવ નજીક અગ્નિદાહ દેવાનું શરૂ કરાયું છે. આ માટે બાલિસણા ગામના વતની અને જલોત્રા માધ્યમિક શાળાના પૂર્વ આચાર્ય હરજીવનભાઈ વણારસીભાઈ પટેલના દીકરા કમલેશભાઈ અને રાકેશભાઈ દ્વારા અમદાવાદ ખાતે આવેલ તેમની ફેક્ટરીમાં કાસ્ટિંગ સગડી બનાવીને ભેટ આપવામાં આવી હતી.

તબિયત લથડતા નિધન થયું
છેલ્લા પંદર દિવસથી આ સગડી બાલિસણા ગામે આવી ગયા પછી શનિવારે તેને ફીટ કરવામાં આવી રહી હતી. તે સમયે હરજીવનભાઇ પટેલની તબિયત બીમારીના કારણે લથડી જતા 85 વર્ષની વયે તેમનું નિધન થયું હતું. સવારે સગડી ફીટ કરાવી હતી અને તે સગડી પર સૌપ્રથમ અંતિમવિધી દાતા હરજીવનભાઈ પટેલની થઈ હતી તેમ અરવિંદભાઈ પટેલે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

વધુ વાંચો