પાટણ જિલ્લામાં અને બોર્ડર રેન્જમાં સરકાર દ્વારા તાજેતરમાં લાગુ કરાયેલા ગુજસીટોકના કાયદા હેઠળ પહેલો કેસ જિલ્લાના ચાણસ્મા પોલીસ મથકમાં નોંધાયો છે. જેમાં તાલુકાના ઝીલીયા ગામના ભાવેશ અને તેની ગેંગના સાગરીતો વિરૂદ્ધ નોંધાઈ છે. ભાવેશ ઝીલીયા ગેંગ વિરૂદ્ધ સંખ્યાબંધ ગંભીર ગુનાઓ નોંધાયેલા હોવાથી આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
ચાણસ્મા પોલીસ મથકમાં રવિવારે ગુજસીટોક( ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરીઝમ એન્ડ ઓર્ગેનાઈઝફ ક્રાઈમ એક્ટ-2015)ના કાયદાના અમલીકરણ બાદ આ પાટણ જિલ્લા અને બોર્ડર રેન્જની પહેલી ફરિયાદ નોંધાઈ છે .
ભાવેશ બળદેવભાઈ દેસાઈ (રહે. ઝીલીયા, તા. ચાણસ્મા) વાળાએ પોતાની ગેંગ બનાવી હતી અને આ ગેંગ આસપાસના વિસ્તારોમાં ગરીબ અને મધ્યમવર્ગના લોકો સાથે મારામારી, લુંટ, અપહરણ, ખંડણી અને હત્યાની કોશિશ જેવા અનેક ગંભીર ગુનાઓ અચર્યા હોવાથી આ ગેંગ વિરૂદ્ધ ચાણસ્મા પોલીસ મથકમાં ગુજસીટોક હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જેની તપાસ નાયબ પોલીસ અધિક્ષક સી.એલ. સોલકી ચલાવી રહ્યા છે.
કોના કોના વિરૂદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો?
અન્ય એક ગેંગ સામે ગુનો નોંધવા મંજૂરી માગી
જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે ગુજસીટોકનો ગુનો ખાસ કરી ટેરરીસ્ટ અને ઓર્ગેનાઇઝડ ક્રાઇમ સામે નોંધવામાં આવે છે. ભાવેશ ઝિલિયા અને તેના સાગરિતો સામે ઘણા બધા ગુના દાખલ થયેલા છે. જેના કારણે આ ઓર્ગેનાઈઝ્ડ ક્રિમિનલ ગેગ હોય તેવું વર્તાઈ રહ્યું છે.
આ શખ્સો લોકોને ડરાવવા ધમકાવવાના અને પૈસા કઢાવવા તે પ્રકારના કૃત્યમાં પાટણ અને અમદાવાદમાં તેમની સામે ગુનાઓ રજિસ્ટર થયેલા છે. તેના કારણે તેમની સામે આ કાયદો લગાવવામાં આવ્યો છે. ભાવેશ ઝિલીયા અને દેવું રબારી હાલ જેલમાં છે. બીજા બે શખ્સોને પકડવાના બાકી છે.
અન્ય એક ગેંગ સામે પણ ગુજસીટોક અંતર્ગત કાર્યવાહી કરવા માટે રેન્જ આઇજીની મંજૂરી માગવામાં આવી છે. મંજૂરી મળ્યા બાદ તે ગેમ સામે પણ કાર્યવાહી થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.