રાજ્યમાં કોરોના વાયરસ ફરી સક્રિય થતાં પાટણ જિલ્લામાં પણ પ્રથમ કેસ નોંધાયો છે.જિલ્લામાં પાટણના ખારી વાવડી ગામની મહિલાનો પ્રથમ કેસ નોંધાતા આરોગ્ય તંત્ર એલર્ટ બની સેમ્પલ લેવાની કામગીરીમાં વધારો કરવામાં આવ્યો છે.
પાટણના ખારી વાવડી ગામે રહેતા 40 વર્ષના મહિલા શરદી ખાંસી અને તાવ જેવી બીમારીમાં સફળતા સારવાર માટે પાટણ શહેરની સિવિલ હોસ્પિટલમાં આવ્યા હતા. શારીરિક લક્ષણો જોતા કોરોના શંકાસ્પદ તેમનું સેમ્પલ લેવામાં આવ્યું હતું.
જેનો શનિવારે સાંજે રિપોર્ટ આવતા કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવતા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા પોઝીટીવ કેસ જાહેર કરવામાં આવતા કોરોના નો પ્રવેશ થયો હોવાનું સામે આવ્યું છે. અગાઉ પણ માર્ચ મહિનામાં જ કોરોના કેસમાં પીક આવિ હોય આ વખતે જિલ્લામાં પ્રથમ કેસ માર્ચ મહિનામાં નોંધાયો છે. સતત કેસ વધવાની સંભાવનાને લઈ જિલ્લામાં સંક્રમણ રોકવા વધુમાં વધુ સેમ્પલ લેવાની કામગીરી આરોગ્ય વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે.તેવું આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.