પરીક્ષા:પાટણ જિલ્લામાં સોમવારથી ધોરણ 9થી 12ની પ્રથમ વાર્ષિક પરીક્ષા યોજાશે

પાટણ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાની 259 શાળાઓમાં આશરે 60 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

પાટણ જિલ્લામાં સોમવાર તા. 18 ઓક્ટોબરથી ધો. 9થી 12ની પ્રથમ વાર્ષિક પરીક્ષાઓનો પ્રારંભ થશે. આ પરીક્ષાઓમાં મોટાભાગની શાળાઓ દ્વારા બોર્ડના પ્રશ્નપત્ર સ્વીકારવાનો વિકલ્પ અપનાવાયો છે. દિવાળી પહેલા પરીક્ષાઓ પુરી થઈ જશે. ત્યારબાદ 1 નવેમ્બરથી 21 દિવસનું દિવાળી વેકેશન રહેશે.

પાટણ જિલ્લામાં ધો. 9, 10, 11 અને 12ની પ્રથમ વાર્ષિક પરીક્ષાનું તા. 18થી 27 ઓક્ટોબર દરમિયાન જિલ્લાની આયોજન કરવામાં આવ્યું છે. આ પરીક્ષાઓ પાટણ જિલ્લામાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની કુલ 259 શાળાઓમાં યોજાશે. જેમાં આશરે 60 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

આ પરીક્ષામાં સરકાર દ્વારા પેપરો કાઢવા બાબતે શાળાઓને સ્વૈચ્છિકનો વિકલ્પ આપવામાં આવ્યો હતો. જે અંગે જિલ્લાની મોટા ભાગની શાળાઓએ બોર્ડના પ્રશ્નપત્ર સ્વીકારવાનો વિકલ્પ અપનાવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. પાટણ જિલ્લામાં સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓએ બોર્ડના પેપરોનો વિકલ્પ સ્વીકાર્યો હતો. જ્યારે સેલ્ફ ફાયનાન્સ શાળાઓ દ્વારા મોટા ભાગે પોતાની રીતે શાળા કક્ષાએથી પેપર કાઢવાનો વિકલ્પ સ્વીકારાયો હોવાનું જાણવા મળ્યું હતું.

પ્રથમ વાર્ષિક પરીક્ષાનો સમય બે ભાગમાં રાખવામાં આવ્યો છે. જેમાં ધો. 9 અને ધો. 11માં બે કલાકનો સમય રહેશે. જ્યારે ધો. 10 અને ધો. 12ની બોર્ડ લેવલની પરીક્ષાનો સમય ત્રણ કલાકનો રહેશે. ધો. 9 અને 11ની પરીક્ષા 50 માર્કસની રહેશે અને ધો. 10 અને ધો. 12ની પરીક્ષા 80 ગુણની રહેશે.

અન્ય સમાચારો પણ છે...