પરીક્ષા:પાટણ જિલ્લામાં આજથી ધોરણ 9 અને 10ની પ્રથમ વાર્ષિક પરીક્ષાનો પ્રારંભ થયો

પાટણએક મહિનો પહેલા
  • જિલ્લાની 259 શાળાઓમાં પરીક્ષા શરૂ, 60 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે ધો 11 અને 12 ના વિદ્યાર્થીઓની બપોરના સેસનમાં પરીક્ષા યોજાશે

પાટણ જિલ્લામા આજથી ધોરણ 9થી 12ની પ્રથમ વાર્ષિક પરીક્ષાનો પ્રારંભ થયો છે. આજે પ્રથમ દિવસે સવારે ધો 9 અને 10ના વિદ્યાર્થીઓની ગુજરાતી વિષયની પરીક્ષા યોજાઈ છે. આ પરિક્ષામાં મોટાભાગની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓ દ્વારા બોર્ડના પ્રશ્નપત્ર સ્વીકારવાનો વિકલ્પ અપનાવવામાં આવ્યો છે.

પાટણ જિલ્લામાં ધોરણ 9, 10, 11 અને 12ની પ્રથમ વાર્ષિક પરીક્ષાનું 18થી 27 ઓક્ટોબર દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પાટણ જિલ્લામાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની કુલ 259 શાળાઓમાં આજથી પરીક્ષાનો પ્રારંભ થયો હતો. જેમાં આશરે 60 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આજે સોમવારે ધો 9 અને 10ના વિદ્યાર્થીઓની ગુજરાતી વિષયની પરીક્ષા યોજાયો હતી. જ્યારે ધો 11 અને 12 વિજ્ઞાન પ્રવાહમાં ગણિત પરીક્ષા યોજાશે. ધો 11 અને 12 સામાન્ય પ્રવાહમાં અંગ્રેજી વિષયની પરીક્ષા યોજાશે.

પ્રથમ વાર્ષિક પરીક્ષાનો સમય બે ભાગમાં રાખવામાં આવ્યો છે. જેમાં ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓ માટે સવારે 11થી 1 વાગ્યા સુધી એમ બે કલાકનો સમય રહેશે. જ્યારે ધોરણ-10 અને 12માં પરીક્ષાનો બપોરે 2થી 5 વાગ્યા સુધીનો એમ ત્રણ કલાકનો સમય રહેશે. ધોરણ 9 અને 11ની પરીક્ષા 50 માર્કની રહેશે અને ધોરણ 10 અને 12ની પરીક્ષા 80 ગુણની રહેશે.

અન્ય સમાચારો પણ છે...