કાર્યવાહી:શાળાઓ શરૂ થતાં અઠવાડિયા પછી ફાયર સેફટી સુવિધાની ચકાસણી થશે

પાટણ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દિવાળી અને દેવ દિવાળીના તહેવારો પૂરા થઈ જતાં હાઈરાઈઝ બિલ્ડીંગ મિલકત ધારકો સાથે બેઠક યોજાશે

પાટણ શહેરમાં અને જિલ્લાના અન્ય શહેરી વિસ્તારોમાં શાળાઓ સોમવારથી શરૂ થઈ છે ત્યારે આગામી એક અઠવાડિયા પછી ફાયર સેફટી સુવિધાની ચકાસણી કરવામાં આવશે તેવું જિલ્લા ફાયર ઓફિસના સૂત્રોએ જણાવ્યું હતું. હવે દિવાળી અને દેવ દિવાળીના તહેવારો પૂરા થઈ ગયા છે એટલે હાઈરાઈઝ બિલ્ડીંગ અને અન્ય મકાનોમાં પણ ફાયર સુવિધા માટે મિલકત ધારકો સાથે બેઠક પણ તરતજ યોજવામાં આવનાર છે.

પાટણ નગરપાલિકા કચેરી ખાતે જિલ્લાકક્ષાની ફાયર ઓફિસ શરૂ કરવામાં આવી છે જેમાં પ્રથમ તબક્કામાં શાળાઓ અને હોસ્પિટલોમાં ફાયર સેફટી અંગે કાર્યવાહી કરવામાં આવી હતી. પાટણ ખાતે એક હોસ્પિટલ સીલ કરવામાં આવી હતી તેમજ બે-ત્રણ શાળાઓને સીલ મારવાની કાર્યવાહી શરૂ કરાતા એફિડેવિટ આવી જતાં સીલીંગ બંધ રાખવામાં આવ્યું હતું. રાધનપુરમાં શાળાઓને પણ સીલ મારવામાં આવ્યા હતા .આ પછી તહેવારોના કારણે વધુ કાર્યવાહી સ્થગિત રાખવામાં આવી હતી.

ઇન્ચાર્જ જિલ્લા ફાયર ઓફિસર કમલભાઈ પટેલે જણાવ્યું હતું કે હવે દિવાળી અને દેવ દિવાળીના તહેવારો પૂરા થઈ ગયા છે તેમજ સોમવારથી શાળાઓ પણ શરૂ થઇ છે એટલે એક અઠવાડિયા પછી શહેરી વિસ્તારોની તમામ શાળાઓમાં ફાયર સેફ્ટી માટે શું અને કેવી સુવિધા કરવામાં આવી છે તેની ચકાસણી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...