તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરીક્ષા:યુનિવર્સિટી દ્વારા અંતિમ તબક્કાની અનુસ્નાતક કક્ષાની પરીક્ષાનો આવતીકાલથી ઓનલાઇન પ્રારંભ

પાટણ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 3000 વિધાર્થીઓએ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યું

પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા અંતિમ તબક્કાની અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમોની ઓનલાઇન પરીક્ષાઓનો આવતીકાલે ગુરૂવારથી પ્રારંભ થનાર છે. આ પરીક્ષામાં આશરે ત્રણ હજાર જેટલા વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હોવાનું યુનિવર્સિટીના પરીક્ષા નિયામક મિતુલ દેલિયાએ જણાવ્યું હતું.

પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા પાંચ જિલ્લાની યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં ઓકટોબર ડીસેમ્બર 2020 અને માર્ચ જૂનમાં યોજાનાર આશરે 65થી 70 જેટલી ઓનલાઇન પરીક્ષાઓ હાલમાં લેવામાં આવી રહી છે. ત્યારે યુનિવર્સિટી દ્વારા અનુસ્નાતક કક્ષાના પાંચ અભ્યાસક્રમોની અંતિમ તબકકાની ઓનલાઈન પરીક્ષાનો આવતીકાલથી પ્રારંભ થનાર છે. જેમાં એલ.એલ.એમ.એમ., એલએલબી સેમ-6, પીજી ડીપ્લોમાં ઇન યોગ એજ્યુકેશન સેમ-2, પીજીડીસીએ સેમ-2, ડીપ્લોમાં ઇન જૈનોલોજી સેમ-4 ની ઓનલાઇન પરીક્ષાઓ સંદર્ભે તમામ તૈયારીઓને પૂર્ણ કરી દેવામાં આવી છે.

આ ઉપરાંત તમામ પરીક્ષાઓના પરીણામો પણ પરીક્ષા વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. તો ઓનલાઇન પરીક્ષાના પરીણામથી અસંતુષ્ટ વિદ્યાર્થી તેમજ નાપાસ વિદ્યાર્થીને ઓફલાઈન પરીક્ષા આપવાની પણ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી હોવાનું પરીક્ષા નિયામક મીતુલ દેલીયાએ જણાવ્યું હતું.

યુનિવર્સિટી દ્વારા 15 જુલાઈ ગુરુવારથી શરુ થતી અનુસ્નાતક કક્ષાના પાંચ અભ્યાસક્રમોની અંતિમ તબકકાની ઓનલાઈન પરીક્ષામાં 3 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર હોવાનું પણ તેઓએ જણાવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...