તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લગ્નોત્સવ:સમી તાલુકાના વડગામમાં બલોચ સમાજનો પાંચમો સમૂહ લગ્નોત્સવ યોજાયો, 43 નવદંપતિઓએ રીતરિવાજ મુજબ લગ્ન કર્યા

પાટણ8 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • રાધનપુરના ધારાસભ્ય દ્વારા નવદંપતીઓને તિજોરીની ભેટ અપાઇ

સમી તાલુકાના વેડ ગામે સમાજ સંગઠનની પ્રતીતિ કરાવતા સમસ્ત બલોચ સમાજનો પાંચમો સમૂહ લગ્નોત્સવ રાધનપુરના ધારાસભ્ય રઘુ દેસાઈના મુખ્ય મહેમાન પદે રવિવારના રોજ યોજાયો હતો.

બલોચ સમાજ દ્વારા આયોજિત કરાયેલા આ પાંચમાં સમૂહ લગ્નોત્સવમાં 43 નવદંપતિઓએ સમાજની સાક્ષીએ સમાજની રીતરિવાજ મુજબ લગ્ન કર્યા હતા. આ સમૂહ લગ્નોત્સવમાં નવદંપતીને આશીર્વાદ આપવા મુખ્ય મહેમાન પદે ઉપસ્થિત રહેલા રાધનપુરના ધારાસભ્ય રઘુ દેસાઈએ નવ દંપતીઓને નવજીવન સુખમય બની રહે તેવી શુભેચ્છાઓ પાઠવી લગ્નગ્રંથિથી જોડાયેલા નવદંપતીઓને તિજોરીની ભેટ અર્પણ કરી હતી.

આ પ્રસંગે બલોચ સમાજના આગેવાનો દ્વારા ધારાસભ્ય રઘુ દેસાઈનું સાલ, બુક અને મોમેન્ટથી સન્માન કરી સમાજની એકતા અને ઉન્નતિના ભાગરૂપે આયોજિત કરાયેલા સમૂહ લગ્ન જેવા પવિત્ર પ્રસંગે ઉપસ્થિત રહેવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો