વિસર્જન યાત્રા:પાટણમાં ગણેશોત્સવના પાંચમા મૂર્તિનું વાજતે ગાજતે વિસર્જન કરાયું

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગણેશ વિસર્જનમાં મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી

પાટણ શહેરના કનાથવાડા મિત્રમંડળ દ્વારા પાંચ' દિવસીય ગણેશ મહોત્સવના અંતિમ દિવસે આજે શ્રીજીની મૂર્તિ સન્મુખ અન્નકુટ મનોરથ દર્શન - આરતી સહિતની પુજાવિધી બાદ ભગવાન શ્રીજીનું ઉત્થાપન કરી શુભમુર્હુતમાં વિસર્જનયાત્રા યોજાઇ હતી. પાટણ જિલ્લા સહિત પાટણ શહેરમાં શેરી-મહોલ્લા પોળો-સોસાયટીઓ, - પાર્ટીપ્લોટો સહિત ઠેર ઠેર ગણેશ મહોત્સવોનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ ગણેશ મહોત્સવ દરમ્યાન લોકો વિવિધ કદ આકારની ગણેશજી મૂર્તિની સ્થાપના કરી ભકિતભાવપૂર્વક તેની પૂજા અર્ચના કરી રહ્યા છે.

ગણપતિના વિદાયની ભવ્ય વિસર્જન યાત્રા
આજે ગણપતિ સ્થાપનાનાં પાંચમા દિવસે કનાથવાડા મિત્રમંડળ દ્વારા આયોજીત ગણેશ મહોત્સવમાં સ્થાનીક રહીશો દ્વારા વિશિષ્ટ પોશાકમાં સજજ થઇ ગણપતી બાપા મોરીયાના નાદ સાથે સમગ્ર વાતાવરણને ગુંજવી મુકયુ હતું. ત્યારબાદ વિશેષ પૂજા અર્ચના કરી ગણપતિના વિદાયની ભવ્ય વિસર્જન યાત્રા વાજતે ગાજતે યોજાઇ હતી જેમાં સ્થાનીક યુવાનો-મહિલાઓ અને બાળકોએ ડીજેના તાલે ગરબાની રંગત જમાવી શ્રીજીની ભાવભીની વિદાય આપી હતી અને મૂર્તિઓનું સરસ્વતી નદી માં વિસર્જન કરવામાં આવ્યું હતું. ગણેશ વિસર્જન દરમ્યાન મોટી સંખ્યામાં મહિલાઓએ નદી માં નહાવાનો લ્હાવો લીધો હતો

અન્ય સમાચારો પણ છે...