કરૂણાંતિકા:પિતાએ ઠપકો આપતાં દીકરાએ એસિડ પીધું, સાત દિવસની સારવાર બાદ મોત

પાટણ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સિદ્ધપુરના યુવાને અમદાવાદ સિવિલમાં દમ તોડ્યો

સિદ્ધપુર શહેરમાં તાજેતરમાં પિતાએ દીકરાને પ્રેમ સંબંધ બાબતે ઠપકા અાપ્યો હતો. તેનુ દીકરાને લાગી અાવતા તેને ઘર નજીક અેસિડ ગટગટાવી લીધું હતું. સારવાર અર્થે સિદ્ધપુર, ધારપુર અને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો પણ તેનું 7 દિવસની સારવાર દરમ્યાન મોત થયું હતું. અા અંગે મૃતકના પિતાઅે અકસ્માતે મોતની નોંધ દાખલ કરાવી હતી.પેપલ્લાવાસ ખાતે રહેતા દિલીપભાઇ જયંતીભાઇ દેવીપૂજક 04/05/2022ના રોજ સાંજે નોકરીથી ઘરે અાવ્યા હતા. તે વખતે તેમના પિતાજી જયંતિભાઇ શંકરભાઇ દેવીપૂજકે તેમના દીકરા દિલીપને તેમના મહોલ્લામાં કોઇ છોકરી સાથે પ્રેમ સંબધ છે. તે બાબતનો તેઅોઅે ઠપક અાપ્યો હતો. તેનુ દિલીપને લાગી અાવતા તેમના ઘર નજીક મંદિરના અોટલા ઉપર બેસી ગયો હતો.

જ્યારે સાંજે સાડા સાત વાગ્યાના અરસામાં જમવાનો સમય થયો ત્યારે તેના પિતાજી બોલાવા ગયા ત્યારે તે ઉલ્ટીઅો કરવા લાગ્યો હતો. તેની પાસેથી અેસિડની વાસ અાવતી હતી. ત્યારે પરિવારે અેકઠા થઇને તાત્કાલિક ખાનગી વાહનની મદદથી સિધ્ધપુર સરકાર હોસ્પિટલમાં ત્યાંથી વધુ સારવાર ધારપુર હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ લઇ ગયા હતા. તારીખ 10/05/2022ના રોજ સાંજના 4:30 અરસામાં મોત થયું હતું. અા અંગે મૃતકના પિતા જંયતીભાઇ શંકરભાઇઅે સિધ્ધપુર પોલીસ મથકે અકસ્માત મોતનો ગુનો નોંધાવ્યો હતો. તેની તપાસ અધિકારી ઇન્ચાર્જ પીઅાઇ પી.અેસ.ગોસ્વામીએ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...