ઉનાળાની શરૂઆતમાં જ રાધનપુર તાલુકાના પંથકના ગ્રામ વિસ્તારમાં પાણીનો પોકાર શરૂ થઈ ગયો છે. ત્યારે રાધનપુર માંથી પસાર થતી નર્મદા કેનાલનું પાણી પીવા અને ખેડૂતો ને પિયત માટે ઉપયોગ કરવામાં આવી રહી છે. પરંતુ રાધનપુર બ્રાન્ચની નર્મદા કેનાલ છેલ્લા દોઢ મહિનાથી બંધ કરવામાં આવી છે ત્યારથી પીવાના પાણીની તકલીફ પડી રહી છે. જેના કારણે ધરવડી નાનાંપુરા મઘાપુરા શાહપુર સહિતના ગામમાં છેલ્લા દોઠ મહીનાથી પાણીની સમસ્યા વિકટ બની છે.જેથી તાત્કાલીક અસરથી પિયત માટે અને પિવાના પાણીની સમસ્યા દૂર કરવા નર્મદા ના અધિકારી ઓને અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્ર મૌન સેવી રહેવું છે.જેને લઈ નાનાપુરા ગામ ના ખેડૂતોએ અર્ધનગ્ન થઈ કેનાલ માં ઉતરી નર્મદા ના અધિકારી વિરોધ સૂત્રોચ્ચાર કરી પાણી આપો પાણી આપો ના નારા લગાવ્યા હતા.
નાનાપુરાના આખા ગામમાં પાણી મળી શકતું નથી જેથી ગામમાં પાણીની ગંભીર સમસ્યા ઉભી થવા પામી છે. આ સમસ્યાનું નિરાકરણ લાવવા ધારાસભ્યને પણ રજૂઆત કરી છે.છેલ્લા દોઠ મહીના થી ગામની પાસેથી પસાર થતી કેનાલમાં પાણી ના હોવાના કારણે પશુપાલકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.આ બાબતે પશુપાલકોએ જણાવ્યું હતું કે, પશુધન પાણી માટે દુરદુર ખાલીખમ ભાસતા અવાડામાં પણ ટીપુંય પાણી ન હોવાથી તરસી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.