ખેડૂતોની માંગ:માવઠાથી પાકમાં થયેલા નુકશાનને લઇ ચાણસ્માના ખેડૂતોએ સરકાર પાસે સહાયની માંગ કરી

પાટણ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભરશિયાળે માવઠુ થતાં એરંડા, બીટી કપાસ, અજમો અને સુવા જેવા વાવેતરમાં નુકસાન થયું

પાટણ જિલ્લામાં બે દિવસ પહેલા ચાણસ્મા સહિત પંથકમાં વાતાવરણ પલટાતા ભરશિયાળે ભારે માવઠું થયું હતું. જેના કારણે એરંડા, બીટી કપાસ, અજમો અને સુવા જેવા વાવેતર કરાયેલા પાકોમાં માવઠાના કારણે ખેતરમાં પાણી ભરાઇ જતાં નુકસાન થવા પામ્યું હતું. માવઠાથી પાકમાં થયેલા નુકશાન સંદર્ભે ખેડૂતોએ સરકાર પાસે સહાય મળે તેવી માંગ દોહરાવી હતી.

ગત વર્ષે પણ કોરોનાની પરિસ્થિતિ તેમજ વધારે વરસાદના કારણે ખેડૂતોને ખેતી બગડી હતી અને ઓછામાં પૂરું થોડી ઘણી આશા ચોમાસુ પસીના ખરીફ પાકમાં હતી. તેમાં પણ કમોસમી માવઠુ થતા ખેડૂતોને હાલના પાકોમાં નુકસાન થતાં પડતા ઉપર પાટું પડ્યા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે ચાણસ્મા પંથકના ખેડૂતોએ સરકાર પાસે તેમને થયેલા ખેતી નુકસાનમાં સરકાર દ્વારા સહાય કરાય તેવી માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...