તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તસ્કરી:ખેડૂત બહાર સૂતો હતો ને તસ્કરો રૂ. 1.65 લાખની મત્તા ચોરી ગયા

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સાંતલપુરના ઝાંઝણસર ગામનો બનાવ
  • ખેડૂત બોરની ઓરડીમાં પરિવાર સાથે રહેતા હતા

સાંતલપુર તાલુકાના ઝાંઝણસર ગામની સીમમાં રહેતા ખેડૂતની ઓરડીનાં પતરાં તોડી ઘરમાં રહેલી રોકડ અને દાગીના મળી કુલ રૂ. 1.65 લાખની ચોરી થતાં ખેડૂતે વારાહી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ઘરમાં ચોરી થતાં ખેડૂત પરિવારમાં ચિંતા છવાઈ હતી.ઝાંઝણસર ગામે રહેતા દલપતભાઇ મેઠાભાઇ ઠાકોર સીમ વિસ્તારમાં બોરની અોરડીમાં રહે છે. ત્યારે બહારથી તાળું મારી બહાર સૂતા હતા તે વખતે બુધવારે રાત્રે કોઇ તસ્કરો અોરડીના પતરા તોડીને અંદર પ્રવેશ કર્યો હતો.

ચોર અોરડીમાં લોખંડની કોઠીમાં રહેલ રોકડ રૂ. 1.50 લાખ તેમજ કાનમા પહેરવાના સોનાના વેરીયા નંગ - 6 (કિ.રૂ.10000) અને ચાંદીની હાથમાં પહેરવાની ચુડીયુ 100 ગ્રામ વજનની (કિ.રૂ. 5000)ના ઘરેણાં તેમજ રોકડ મળી કુલ રૂ. 1.65 લાખની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. અા અંગે દલપતભાઇઅે વારાહી પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ખેડૂત દલપતભાઈનું નિવેદન લઈ ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...