• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • The Farmer Of Shankheshwar Compensated The Loss By Taking Other Crops For Seven Years Without Taking The Help Of Crop Loss

પ્રેરણા:શંખેશ્વરના ખેડૂત પાક નુકસાનની સહાય લીધા વિના સાત વર્ષથી અન્ય પાકો લઈને નુકસાન સરભર કર્યું

શંખેશ્વરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પાક નુકસાન સહાય એક પણ વખત લીધી નથી

અતિ વરસાદ,માવઠા જેવા કુદરતી પ્રકોપથી ખેતી પાકોને ભારે નુકશાન થતું હોય છે ત્યારે ખેડૂતોને સહાય માટે સરકાર દ્વારા સર્વે કરવામાં આવે છે અને સહાયનું પેકેજ જાહેર કરી ખેડૂતોને નુકશાની પ્રમાણે ચુકવણી કરવામાં આવતી હોય છે. ત્યારે શંખેશ્વરના એક ખેડૂતે સહાય લિધા વિના પાક નુકશાનીનું વળતર અન્ય બીજા પાકો વાવી નુકશાની ભરપાઈ કર્યું છે.શંખેશ્વરના માજી ડેલીગેટ, સામાજિક કાર્યકર ખેડૂત એવા તલાજી છગનજી ઠાકોર દ્વારા છેલ્લા 8 વર્ષમાં કુદરતી આફતોથી પોતાની ખેતીની જમીનમાં ધોવાણ, પાક નિષ્ફળ થતું પરંતુ તેઓ બીજી સિઝનમાં નુકશાનીનું અન્ય પાક વાવીને ભરપાઈ કરી લેતા અને સરકાર દ્વારા સહાય લેતા નહીં.

તલાજી ઠાકોરના જણાવ્યા પ્રમાણે અતિ વરસાદ, માવઠા, વરસાદની અછત, જીવાતનો ઉપદ્રવથી ખેડૂતોને બહુજ નુકશાન થતું હોય છે અને સરકાર સહાય આપતા હોય છે જેથી ખેડૂતોને નુકશાનીનું વળતર મળી રહેતું હોય છે. ખેડૂતોને સહાય પણ મળવી જોઈએ જેથી ખેડૂત વરસ ભેગા થઈ જતા હોય છે. પરંતુ મેં આજદિન સુધી સરકારની સહાય લીધી નથી જેનું કારણ એ છે કે ચોમાસા પાકમાં કપાસ, ગવાર, જુવાર કે એરંડામાં નુકશાન આવે તો હું શિયાળુ પાક જીરું, ઘઉં અને ચણાની ખેતીનો પાક લઈ ચોમાસાની નુકશાનીનું વળતર મેળવી ભરપાઈ કરી લઉં છું માટે મને સહાય લેવી યોગ્ય લાગતી નથી. મેં ઘણા શ્રીમંત ખેડૂતોને પણ આ દીશા ચિંધી છે, જેથી હતાશા અને નિરાશાની જગ્યાએ એક નવી વિશિષ્ટતા ઉભી થાય અને નાના ખેડૂતો સમૃદ્ધ બની શકે.

અન્ય સમાચારો પણ છે...