તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તસ્કરોનો તરખાટ:પાટણમાં ખેડૂતના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા, દાગીનાની ચોરી કરી

પાટણ17 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ખેડુતે બાલીસણા પોલીસ મથકે દાગીના જેની કિ.રુ.26 હજારની ચોરીની ફરિયાદ નોંધાઇ

પાટણ તાલુકાના ડેર ગામે ખેડુત તેના ખેતરમાં કામકાજ અર્થે બે દિવસ રોકાણ કરતા ગામમાં તેના ઘરે તસ્કરો ફરિ વળ્યા હતા આ તસ્કરો ઘરમાંથી સોનાચાંદીના દાગીના જેની કિ.રુ.26 હજારની ચોરી કરી ગયા હતા.

પાટણ તાલુકાના ડેરગામે રહેતા કાંતુજી સુરજજી ઠાકોર તેમના ગામમાં આવેલ ઘર બંધ કરીને ખેતર સીમમાં કામ અર્થે બે દિવસ રોકાયા હતા તે વખતે ગામના ઘરનુ તાળુ તોડી ઘરમા રહેલ તીજોરીઓના તાળુ તોડી તીજોરીમાં રહેલ જુનો કદોરો 200 ગ્રામ તથા ચાંદીની જુની પાયલ 100 ગ્રામની, ચાંદીના જુના પાંચ સિક્કા 50 ગ્રામનો મળી કુલ રૂ.1000 અને સોનાનો દોરો 9 ગ્રામનો જેની કિ.રૂ.25 હજાર સોનાના દાગીના કુલ રૂ.26 હજારની તસ્કરો ચોરી કરી ગયા હોવાની બાલીસણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. તેની તપાસ અધિકારી પીએસઆઇ પી.એસ.ચૌધરી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો