તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:ખેડૂતે સર્વે માટે અરજી કરી મુદત પૂરી થયે સર્વેયર આવ્યો જ નહીં

પાટણ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જાખોત્રાના ખેડૂતે સર્વે માપણી માટે ઓનલાઇન અરજી કરી હતી
  • ડી.એલ.આર વિભાગે તારીખ ફાળવી પરંતુ સર્વે કરવા કોઈ જતું નથી

સાંતલપુર તાલુકામાં જાખોત્રા ગામના ખેડૂત જીવનભાઈ આયર દ્વારા તેમની 1.79907 ક્ષેત્રફળની ખાતા નંબર 588 વાળી જમીનો સર્વે કરવાની જરૂયાત ઉભી થતા ઓનલાઇન અરજી કરી ત્યારબાદ જ સર્વે કરવામાં આવતો હોઈ ખેડૂત દ્વારા 2 એપ્રિલના રોજ ઇમરજન્સી સર્વે માટે વધારાનો ચાર્જ સાથે કુલ 2400 રૂપિયા ભરી ઓનલાઈન અરજી કરી કરતા ડી.એલ.આર વિભાગમાંથી 1 મે ના રોજ સર્વે કરવા માટે સર્વેયર આવશે તેવો મેસેજ આવ્યો હતો.

ઓનલાઇન અરજી કરેલ સમય બાદ એક માસનો સમય ફાળવ્યો અને ત્યાર બાદ પણ મેસેજમાં આપેલ મુદતે પૂર્ણ થઈ પરંતુ આજદિન સુધી ખેડૂતની જમીનનો સર્વેયર સર્વે કરવા માટે ખેડૂતના ખેતરમાં પહોંચ્યો નથી.સર્વે પૂર્ણ થાય માટે ડી.એલ.આર વિભાગમાં અને કલેકટર સુધી રજુઆત કરવામાં આવી છે. ડી.એલ.આર વિભાગમાં તપાસ કરતા સર્વેયર બીમાર થતા અરજી દફ્તર કરાઈ હોય દસ દિવસમાં સર્વે કરવા માટેની કાર્યવાહી કરવામાં આવશે.તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.

ડી.એલ.આર અધિકારીને પૂછતા ઉડાઉ જવાબ આપ્યો : ખેડૂત
ખેડૂત જીવનભાઈએ જણાવ્યું હતું કે મારે તાત્કાલિક સર્વે કરાવો હોય અમે ઇમરજન્સી ચાર્જ સાથેની ફી ભરી હતી. ઇમરજન્સી સર્વે કરવાના બદલે રેગ્યુલર બે મહિનામાં થાય એ પ્રમાણે હજુ કરવામાં આવ્યો નથી.અમે ડી.એલ.આર વિભાગના અધિકારીને પૂછવા ફોન કર્યો તો થશે હજુ મહિનો થશે તેવા ઉડાઉ જવાબ આપ્યા હતા.જેથી અમે કલેકટરને રજુઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...