તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરી:રાધનપુરમાં પરિવાર સૂઈ રહ્યો હતો ને ઘરમાંથી રૂ. 92000ની મતા ચોરાઈ

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લાલબાગ ખાતે નિવૃત શિક્ષકના મકાનમાંથી મોડી રાત્રે ચોરી
  • ઘરેણાં, રોકડ સહિત ભગવાનની મૂતિઓ ચોરાતાં ફરિયાદ નોંધાઈ

રાધનપુર શહેરના લાલબાગ ખાતે નિવૃત શિક્ષકનો પરિવાર ઘરમાં સૂઈ રહ્યો ત્યારે મોડી રાત્રે ત્રાટકેલા તસ્કરો રોકડ, ઘરેણાં સહિત ભગવાનની મૂર્તિઓ મળી રૂ. 92000ની મત્તા ચોરી જતાં રાધનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

રાધનપુર શહેરમાં લાલબાગ ખાતે નિવૃત્ત શિક્ષક શંભુલાલ કેશવરામ ઠક્કર મંગળવારે રાત્રે તેમના પત્ની અને નાની દીકરી ઘરમાં સૂઈ રહ્યા હતા ત્યારે રાત્રે એકથી ત્રણ કલાક સુધીમાં કોઈ અજાણ્યો શખ્સ પાછળના દરવાજાની સ્ટોપર ખોલી ઘરમાં પ્રવેશ કરી કબાટમાંથી ગણપતિની ચાંદીની મૂર્તિ અને ચાંદીના સિક્કા નંગ-2, નાકમાં પહેરવાની ચૂંક નંગ બે, વીંટી નંગ 1, ઘડિયાળ નંગ-2 અને રોકડ રકમ આશરે રૂ. 60,000 પર્સમાં રાખેલ હતા જેની ચોરી કરી ગયો હતો.

મોડી રાત્રે ચોરીની જાણ થતાં તેમણે બુધવારે સવારે આ અંગે રાધનપુર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોર ઈસમો સામે ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં પી.એસ.આઇ પી.એમ. કાળા તપાસ ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...