તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આક્રોષ:પાટણમાં પુત્રનું કોરોનાથી મોત થતાં પિતાનું હૈયાફાટ રૂદન, પરિવારજનોએ હોસ્પિટલમાં તોડફોડ કરી

પાટણ2 મહિનો પહેલા
  • દર્દીનું મોત થયા છતાં જાણ ન કરાઈ પૈસા વગર મૃતદેહ ન આપતા હોવાના આક્ષેપો

પાટણમાં કોવિડ સબરીમાલા હોસ્પિટલમાં દર્દીનું આઈસીયુમાં મોત થયુ છે. જેમાં પુત્રનું કોરોનાથી મોત થતાં પિતાના હૈયાફાટ રૂદનથી હોસ્પિટલનું વાતાવરણ ગમગીન થયુ હતુ. તથા પરિવારજનોએ હોસ્પિટલમાં તોડફોડ કરી મોતની જાણ ન કરી હોવાના આક્ષેપ કરી હોબાળો મચાવ્યો હતો. હોસ્પિટલના માલિકે દર્દીની ગંભીર હાલત પરિવારને જાણ હોવા છતાં ખોટો હોબાળો કરતા પોલીસને જાણ કરાઈ હોવાનું જણાવ્યું હતું.

પાટણમાં સિદ્ધપુર ચાર રસ્તા પર આવેલ ખાનગી કોવિડ સબરીમાલા હોસ્પિટલમાં બનાસકાંઠાના મોટા જામપુર ગામના વણઝારા સહદેવજી નામના યુવકની અતિશય ગંભીર હાલતમાં હોઈ સારવાર માટે શુક્રવારે આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલત ગંભીર હોઈ સારવાર દરમ્યાન જ દર્દીનું મોત થવા પામ્યું હતું. ત્યારે પરિવારના સભ્યો દ્વારા દર્દીના મોતને લઇ આઈસીયુમાં હોબાળો કરી કાચ સહીત વસ્તુઓની તોડફોડ કરી હતી. ભારે હોબાળો મચાવ્યો હતો. ઘટનાના પગલે હોસ્પિટલના માલિકે પોલીસને જાણ કરી હતી. પોલીસ ઘટના સ્થળે દાખલ અન્ય ગંભીર દર્દીઓને પરેશાની ન થાય માટે બધાને બહાર લાવી મામલો થાળે પાડ્યો હતો.

મૃતદેહ આપવા માટે પૈસા માગ્યા હતા
દર્દીના મોટા ભાઈ ભરતસિંહ વણઝારાએ જણાવ્યું હતું કે મારા નાના ભાઈને 3 વાગે દાખલ કર્યો હતો. એક લાખ રૂપિયા એડવાન્સ આપ્યા હતા. એ સારવાર કરી ઓક્સિજન બધું સારું છે એવું કહ્યું પરંતુ મને થોડી શંકા જતા હું જોવા ગયો તો આઈસીયુમાં મુત્યુ પામેલો હતો. અમને જાણ કેમ ન કરી ઉપરથી એક જ દિવસ સારવાર કરી છતાં બીજા લાખ રૂપિયા આપો તો મૃતદેહ આપીએ એવું કહયું હતું.

ખોટા આક્ષેપો સાથે તોડફોડ કરતા ફરિયાદ નોંધાવી
હોસ્પિટલના માલિક એમ.કે.પટેલે હતું કે દર્દીની અતિશય ગંભીર હાલત હતી. ધારપુર કે શહેરમાં કોઈ સ્થળે દાખલ કર્યા ન હતા. માનવતાની દષ્ટિએ દર્દીના સગાઓ પાસે ગંભીર હાલમાં હોઈ મુત્યુની જવાબદારી તેમની રહેશે તેવું લખાણ કરી દર્દી દાખલ કર્યા હતા. મૃતદેહ આપવાની ના પાડી ન હતી. છતાં ખોટા ઈરાદાથી હોસ્પિટલમાં તોડફોડ કરી સ્ટાફ પર હાથ પણ ઉપાડ્યો હતો. બીજા ગંભીર દર્દીઓ તેના કારણે હેરાન થયા. પોલીસ સ્ટેશનમાં અમે ફરિયાદ નોધાવીશું.

તોડફોડ કરી સ્ટાફ પર હાથ ઉપાડતા ફરિયાદ નોંધાવાશે
હોસ્પિટલના માલિક એમ.કે.પટેલે હતું કે દર્દીની હાલત અતિશય ગંભીર હોઈ માનવતાની દષ્ટિએ દર્દીના સગાઓ પાસે મૃત્યુની જવાબદારી તેમની રહેશે તેવું લખાણ કરી દર્દી દાખલ કર્યા હતા, મૃતદેહ આપવાની ના પાડી ન હતી છતાં તોડફોડ કરી સ્ટાફ પર હાથ પણ ઉપાડતાં ફરિયાદ નોધાવીશું.

અન્ય સમાચારો પણ છે...