તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • The Family Of Shamliya Will Give Darshan To The Devotees In Patan By Wearing Jeweled Ornaments Made By The Artisans Of Saurashtra.

રથયાત્રા:સૌરાષ્ટ્રના કસબીઓ દ્વારા તૈયાર કરાયેલા રત્નજડિત આભુષણો પરીધાન કરી પાટણમાં શામળીયાનો પરિવાર ભક્તોને આપશે દર્શન

પાટણ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સવાસો સૈકાઓ કરતાં પણ વધુ સમયથી પાટણની ભૂમિ પર યોજાતી રથયાત્રામાં હજારો શ્રદ્ધાળુઓ જોડાય છે

કુંવારીકા સરસ્વતી નદીના કિનારે વસેલા પાટણની પૂણ્યશાળી ભૂમિ ઉપર યોજાનાર ભગવાન જગન્નાથની રથયાત્રા મહોત્સવમાં કાળીયો ઠાકર અને તેનો પરિવાર અલભ્ય રેશમી વસ્ત્રો અને રત્નજડિત આભૂષણોમાં સજ્જ થઈ શહેરના રાજમાર્ગો પર તેના રજવાડી ઠાઠનાં ભક્તજનોને દર્શન આપવા નગરચર્યાએ નીકળશે. ત્યારે શામળીયાના રત્નજડિત વિવિધ અલંકારોના ક્સબીઓ દ્વારા તૈયાર કરાયેલ આભૂષણોને લઇને ઐતિહાસિક નગરીનો અનોખો સમન્વય સર્જયો છે.

ઐતિહાસિક પાટણનગરના લોકોનું ભાતીગળ લોકજીવન નિરાળું છે. સવાસો સૈકાઓ કરતાં પણ વધુ સમયથી આ ભૂમિ પર યોજાતી ભગવાન જગન્નાથની રથયાત્રામાં હજારો શ્રદ્ધાળુઓની આસ્થા જોડાયેલી છે. ત્યારે જગન્નાથની 139મી રથયાત્રામાં સૌરાષ્ટ્રની ઐતિહાસિક ધન્ય ધરાના કસબીઓ દ્વારા તૈયાર કરાયેલા ભગવાન જગન્નાથ, ભ્રાતા બલભદ્ર અને બહેન સુભદ્રાના રત્નજડિત આભૂષણો, મુગટ સહિતના ગોલ્ડ પ્લેટે હારતોરાના રજવાડી ઠાઠમાં જગદીશનો પરીવાર સજીધજીને શ્રધ્ધાળુ ભક્તોને દર્શન આપવા પાટણની ઐતિહાસિક નગરીના રાજમાર્ગો પર નીકળશે.

જગદીશ મંદિર ટ્રસ્ટી પીયૂષ ભાઈ આચાર્યએ જણાવ્યું હતું કે, આ વખતે જગન્નાથ ભગવાનના પરિવારના આભૂષણો રાજકોટના કસબીઓ દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. તે તમામ અલંકારો મંદિર ટ્રસ્ટ દ્વારા પાટણ મુકામે લાવવામાં આવ્યા છે. આગામી શનિવારે જગત નિયતાના મહાઅભિષેની પૂજાવિધિ પૂર્ણ થયા બાદ અષાઢી બીજની મંગલકારી તિથીના અષાઢી બીજના દિવસે જગતના નાથ સહિત તેના પરીવારની મુર્તિઓ પર રત્નજડીત આભૂષણો પહેરાવામાં આવશે અને શામળીયો રાજાશાહી ઠાઠમાં શહેરના રાજમાર્ગો પર પોતાની અમીદષ્ટિના અજવાળા પાથરી નગરચર્યાએ નીકળશે.

અન્ય સમાચારો પણ છે...