દેહદાન:સિદ્ધપુર શહેરના 91 વર્ષીય વૃદ્ધનું અવસાન થતાં પરિવારે મૃતદેહનું દાન કરી અંતિમ ઈચ્છા પૂરી કરી

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સિદ્ધપુરના વૃદ્ધનું અવસાન થતા પરિવારજનોએ તેમના મૃતદેહનું દાન કર્યું - Divya Bhaskar
સિદ્ધપુરના વૃદ્ધનું અવસાન થતા પરિવારજનોએ તેમના મૃતદેહનું દાન કર્યું
  • ધારપુર હોસ્પિટલમાં વિદ્યાર્થીઓના અભ્યાસ માટે મૃતદેહ દાન કરાયો

સિદ્ધપુરના 91 વર્ષીય વૃદ્ધનું અવસાન થતાં તેમના પરિવાર દ્વારા મૃતદેહનું દાન કરવામાં આવ્યું હતું. તબીબી ક્ષેત્રે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અભ્યાસ અર્થે કામ આવે તે માટે મૃતદેહનું દાન કરવામાં આવ્યું હતું.

સિદ્ધપુર શહેરના મહેતાપોળના મહાડની પાસે રહેતા વાસુદેવભાઈ અંબાલાલ મોઢનું 91 વર્ષની વયે અવસાન થયું હતું. તેમનું અંતિમ સપનું હોવાથી તેમના પરિવાર દ્વારા મેડિકલનો અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને અભ્યાસ માટે તેમનો મૃતદેહ કામ આવે તેવા હેતુથી ધારપુર હોસ્પિટલ ખાતે દાન કરવામાં આવ્યુ હતું.

ધારપુર કોલેજને 10 વર્ષમાં 72 મૃતદેહ દાનમાં મળ્યા
આ અંગે ધારપુર મેડિકલ કોલેજના ડો.રોહિત પ્રજાપતિએ જણાવ્યું હતું કે છેલ્લા દસ વર્ષમાં ધારપુર મેડિકલ કોલેજને વિદ્યાર્થીઓના અભ્યાસ માટે 72 મૃતદેહ મળ્યા છે. હવે લોકોમાં દેહદાન માટે જાગૃતિ આવી છે ઈન્ડીયન રેડકોસ અને રોટરી ક્લબ સહિતની સંસ્થાઓના સહયોગ પણ મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...