દેહદાન:સિદ્ધપુરમાં 91 વર્ષિય વૃદ્ધનું અવસાન થતા પરિવારજનોએ તેમના મૃતદેહનું દાન કર્યુ

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તબીબી ક્ષેત્રે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અભ્યાસ અર્થે કામ આવે તે માટે મૃતદેહનું દાન કરાયું

સિદ્ધપુરના એક 91 વર્ષીય વૃદ્ધનું અવસાન થતાં તેમના પરિવાર દ્વારા મૃતદેહનું દાન કરવામાં આવ્યું હતું. તબીબી ક્ષેત્રે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અભ્યાસ અર્થે કામ આવે તે માટે મૃતદેહનું દાન કરવામાં આવ્યું હતું.

સિદ્ધપુર શહેરના મહેતાપોલના મહાડની પાસે રહેતા વાસુદેવભાઈ અંબાલાલ મોઢનું 91 વર્ષની વયે અકાળે અવસાન થયું હતું. જેથી તેમનું અંતીમ સપનું હોય તેમના મૃતદેહ પણ સેવાકીય કામ અર્થે કામ આવે જેને લઈ તેમના પરિવાર દ્વારા મેડિકલનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અભ્યાસ માટે તેમનો મૃતદેહ કામ આવે તેવા હેતુથી તેમના મૃતદેહને ધારપુર ઐવિલ હોસ્પિટલ ખાતે દાન કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...