કાત્યોકના મેળાના રંગ:સિદ્ધપુરમાં યોજાયેલા મેળામાં રાત્રિ દરમિયાન નયનરમ્ય નજારો જોવા મળ્યો, હજારો લોકોએ મેળાની મજા માણી

પાટણ20 દિવસ પહેલા
  • કૉપી લિંક

સિદ્ધપુર કાત્યોકનો મેળો વિશેષ ભાત ઉપસાવી રહ્યો છે. અર્પણ, તર્પણ અને સમર્પણના ત્રિવેણી સંગમ સમા આ લોકમેળામાં લાખો શ્રદ્ધાળુઓ મેળાની મોજ માણી રહ્યાં છે. અત્રે ગંગા યમુના સરસ્વતીના ત્રિવેણી સંગમ રચાતો હોવાની પૌરાણિક કથાને લઇને શ્રદ્ધાળુઓ સ્નાન તર્પણ કરીને ધન્યતા અનુભવે છે. આ મેળામાં પૂનમથી ત્રીજ સુધી શહેરીજનોની ભીડ જામે છે. જોકે આ કાર્તિકી પૂર્ણિમાનો મેળો રાત્રે રોશનીથી ઝળહળી ઉઠ્યો છે. ચૌદશની મધ્યરાત્રીથી પૂનમ સુધીના માતૃતર્પણ માટે હજારો લોકો તર્પણવિધિ કરાવી હતી.તો આ મેળામાં આવનાર વેપારીઓને સારી પણ આવક થઇ રહી છે.

શહેર તાલુકાનાં લોકો રાત્રિ મેળામાં ઉમટી પડ્યા હતા એકમે બિંદુ સરોવરથી મેળાની તટે ભારે ભીડ જોવા મળી હતી. બીજની સાંજ સુધીમાં અંદાજીત 10 લાખ યાત્રિકો ઉમટ્યા, તમામ બજારો ધમધમી ઉઠ્યો લાખો યાત્રિકોએ મેળાની રંગત માણી અને શેરડીનો સ્વાદ ચાખ્યો હતો શહેરનાં બિંદુ સરોવર પણ યાત્રિકોનો ધસારો જોવા મળ્યો હતો. તો વળી મેળામાં મીઠી મધુરી આકર જેવી શેરડીની મોટાપાયે વેચાણ થયા હતા, સિધ્ધપુર પોલીસે ખડેપગે તૈનાત થઇ કાયદો અને વ્યસ્થા જાળવી હતી, જી.ઇ.બી દ્વારા 24 કલાક મેળાનું સતત મોનીટરિંગ કરી લાઇટની સુવિધા જાળવી છે. એકન્દરે હાલમાં સિદ્ધપુરમાં કાત્યોકનો મેળો રોશનીથી ઝળહળી ઉઠ્યો છે.

લોકજીભે કાત્યોકનો મેળો કહેવાતો આ મેળો કુંવારિકા સરસ્વતી માતાની કૂખમાં ભરાયો છે. જેમાં સમગ્ર ઉત્તર ગુજરાતનું લોકજીવન તેના વિવિધ સ્વરૂપોમાં જોવા મળે છે. ચેકડેમમાં નદીના નીરથી ભરાયેલ હોવાથી માતૃશ્રાદ્ધ વગેરેના મહિમાને લઇને સિદ્ધપુર આવતા ભાવિકોની સાથે લોકમેળાની રંગત માણવા પાટણ, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, પાલનપુર, ડીસા સહિતના વિસ્તારમાંથી શ્રદ્ધાળુઓ મેળાની ખુશાલી માણવા ચાલી રહ્યાં છે. મેળાને લઇને હાલમાં નદી તટે રમકડાં, સ્ત્રી શૃંગાર, કટલરી, ફરસાણ, મિઠાઇની દુકાનો ધમધમી રહી છે.જ્યારે મેળાની પાછળના ભાગે ભરાતું ઊંટબજાર પણ આકર્ષણનું કેન્દ્ર બને છે. રાજસ્થાનના જેસલમેર, બાડમેર, જોધપુર તેમજ અન્ય સ્થળોથી ઊંટના વેપારીઓ ઉમટી પડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...