• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • The Expenditure Observer Of The Election Commission Visited The Sensitive Areas Of Siddapur Assembly And Interacted Directly With The People

મુલાકાત:ચૂંટણીપંચના ખર્ચ ઓબઝર્વરે સિદ્ધપુર વિધાનસભાના સંવેદનશીલ વિસ્તારોની મુલાકાત લઈ લોકો સાથે સીધો સંવાદ કર્યો

પાટણ15 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ પાટણ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણી પ્રક્રિયાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. પાટણમાં કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા ચૂંટણી પ્રક્રિયા પર વોચ રાખવા માટે અને તેનું નિરિક્ષણ કરવા માટે પાંચ જેટલા ઓબઝર્વરની નિમણૂક કરવામાં આવી છે. આ ઓબઝર્વર્સમાંથી બે ખર્ચ ઓબઝર્વર્સ હાલમાં વિધાનસભા બેઠકો પર જઈને ત્યાની સ્ટેટિક સર્વેલન્સ ટીમોની મુલાકાત લઈ રહ્યા છે. આજરોજ પાટણ જિલ્લાની 18-પાટણ અને 19-સિદ્ધપુર વિધાનસભા બેઠક માટે નિયુક્ત કરાયેલ ખર્ચ ઓબઝર્વરશ્રી સર્વેશસિંઘે સિદ્ધપુરની બ્રાહ્મણવાડા,ધારેવાડ અને ભાટસણની સ્ટેટિક સર્વેલન્સ ટીમોની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન તેઓએ કામગીરીનું નિરિક્ષણ કર્યું હતુ અને જરૂરી સુચનો તેમજ માર્ગદર્શન આપ્યું હતુ.

જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે જિલ્લા ચૂંટણીતંત્ર કટીબદ્ધ છે. જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા વધુમાં વધુ મતદાન થાય તે માટે પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે હવે પાટણ જિલ્લામાં આવેલ ઓબઝર્વર્સ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં જઈને મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે આજરોજ 18-પાટણ અને 19-સિદ્ધપુર વિધાનસભા બેઠક માટે નિયુક્ત કરાયેલ ખર્ચ ઓબઝર્વર સર્વેશસિંઘે સિદ્ધપુરના સંવેદનશીલ વિસ્તારોની મુલાકાત લઈને લોકો સાથે સીધો સંવાદ કર્યો હતો. ખર્ચ ઓબઝર્વર સર્વેશસિંઘે અહીંના લોકો સાથે સીધો સંવાદ કરીને કોઈપણ જાતની લોભ-લાલચમાં આવ્યા વગર વધુમાં વધુ મતદાન કરવાની અપીલ કરી હતી. સર્વેશસિંઘે લોકોને ચૂંટણી પ્રક્રિયા અંગે સમજણ આપીને માર્ગદર્શન પણ આપ્યું હતુ.

પાટણ જિલ્લામાં તા.05.12.2022ના રોજ મતદાન થવા જઈ રહ્યું છે. ચૂંટણી પ્રક્રિયા મુક્ત અને ન્યાયી વાતાવરણ વચ્ચે સંપન્ન થાય તે માટે પાટણમાં અનેક ટીમ કાર્યરત છે. જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છીય બનાવ ન બને, કોઈ રોકડ-સાહિત્ય થકી ચૂંટણીના વાતાવરણને ડહોળવાનો પ્રયાસ ન થાય તે માટે હાલમાં જિલ્લાના ત્રણ રસ્તા,ચાર રસ્તા,છ રસ્તા પર કે જ્યાં વાહનોની અવર-જવર વધુ રહેતી હોય ત્યાં સ્ટેટિક સર્વેલન્સ ટીમની નિયુક્તિ કરવામાં આવી છે. આ ટીમો આવતા-જતા વાહનો પર નજર રાખશે અને જો કોઈ વાહનમાંથી આદર્શ આચારસંહિતાનો ભંગ કરતું સાહિત્ય કે રોકડ રકમ મળી આવશે તો ચાલકની પૂછપરછ કરશે અને જરૂરી કાર્યવાહી કરશે. પાટણ જિલ્લામાં 18-પાટણ અને 19-સિદ્ધપુર વિધાનસભા બેઠકના ખર્ચ ઓબઝર્વર સર્વેશસિંઘે બ્રાહ્મણવાડા, ધારેવાડ અને ભાટસણ ખાતે આવેલ સ્ટેટટિક સર્વેલન્સ ટીમની મુલાકાત લીધી હતી અને ટીમ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી રહી છે, સ્ટેટિક ટીમ શું કાર્યવાહી કરી શકે છે અને કઈ રીતે કરી, કોના વિરુદ્ધમાં કરી શકે છે, કઈ રીતે વાહનો પર નજર રાખવામાં આવી રહી છે, તે તમામની ઝીણવટપૂર્વક માહિતી મેળવી હતી અને જરૂરી સુચનો પણ કર્યા હતા.

પાટણ જિલ્લાની ચૂંટણી પ્રક્રિયા મુક્ત અને ન્યાયી વાતાવરણમાં સંપન્ન થાય તે માટે ચૂંટણી પ્રક્રિયા પર સતત વોચ રાખવા માટે પાટણ જિલ્લામાં કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા પાંચ ઓબઝર્વરની નિમણૂક કરવામાં આવી છે. આ પાંચ ઓબઝર્વરમાં બે ખર્ચ ઓબઝર્વર, બે જનરલ ઓબઝર્વર અને એક પોલીસ ઓબઝર્વરનો સમાવેશ થાય છે.

જનરલ ઓબઝર્વરઓ પબ્રિતા રામ ખૌંડ, ભાસ્કર કટામ્નેની, ખર્ચ ઓબઝર્વરઓ સુસાંતા મિશ્રા, તેમજ સર્વેશ સીંઘ અને પોલીસ ઓબઝર્વર જન્મેજ્યા પી. કૈલાશ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન પાટણના નવા સર્કિટ હાઉસ ખાતે રોકાઈને સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પર નજર રાખશે. તેથી નાગરિકોએ ચૂંટણીલક્ષી કોઈપણ જાતની ફરિયાદો કે સુચનો હોય તો તેઓ ઓબઝર્વરઓનો રૂબરૂ, ફોન કે ઈ-મેઈલ દ્વારા સંપર્ક કરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...