બેઠક:MBBS ગુણ કૌભાંડમાં બેદરકારી મામલે કાર્યવાહીનો નિર્ણય કારોબારીમાં લેવાશે

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રોફેસરોની ભરતીના નિમણૂક પ્રક્રિયા સહિતના મહત્વના નિર્ણય લેવાશે
  • યુનિ.માં કુલપતિના નિવૃત્તિના એક દિવસ પૂર્વે જ 6 જાન્યુઆરી કારોબારી બેઠક બોલાવી

હેમચંદ્રાચાર્ય યુનિવર્સીટીમાં કુલપતિ 7 જાન્યુઆરીએ નિવૃત્ત થઈ રહ્યા હોય તે પૂર્વે 6 જાન્યુઆરીના રોજ તત્કાલીન કારોબારી બેઠક બોલાવી છે. જેમાં MBBS ગુણ કૌભાંડમાં બેદરકારી બદલ કુલપતિ સામે કાર્યવાહી અંગે મહત્વનો નિર્ણય તેમજ તાજેતરમાં થયેલી પ્રોફેસરોની ભરતીની નિમણૂક પ્રક્રિયા અને મહત્વના નિર્ણયો લેવાશે યુનિવર્સિટીમાં એક માસમાં એક જ વાર કારોબારી બેઠક યોજાતી હોય છે.

પરંતુ કુલપતિ નિવૃત્ત થનાર હોય તેમની સામે MBBS ગુણ કૌભાંડમાં બેદરકારી દાખવી હોય તે બાબતે શિક્ષાત્મક કાર્યવાહી માટે નોટિસ અપાઈ હોય નિવૃતિ પૂર્વે જ કાર્યવાહી પૂર્ણ કરવા માટે તત્કાલીન ફરી 6 જાન્યુઆરીએ કારોબારી બેઠક બોલાવી છે. જેમાં કુલપતિ દ્વારા નોટિસ અંગે રજૂ કરાનાર જવાબ કારોબારીમાં મૂકી સભ્યો આ બાબતે શું કાર્યવાહી કરવી તે નિર્ણય લેશે.

ઉપરાંત યુનિવર્સિટીના વિવિધ વિભાગોમાં પ્રોફેસરોની જગ્યા માટે કરાયેલ ઇન્ટરવ્યૂના કવર ખોલી નિમણૂક અપાશે.ઉપરાંત વહીવટી મહત્વની બાબતોના નિર્ણય લેવાશે. ઉપરાંત આ કારોબારી બેઠકમાં કેટલાક મળતીયા કર્મચારીઓને પ્રમોશન અને કાયમી નિમણૂકો આપવા માટેની ગતિવિધિઓ કરાઈ રહી હોવાની વહીવટી ભવનમાં ભારે ચર્ચાઓ જાગી છે.

અન્ય સમાચારો પણ છે...