પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ તરીકે ડો જે.જે.વોરા. નો કાયૅકાળ તારીખ 7 મી જાન્યુઆરીના રોજ પૂર્ણ થતો હોય તે પૂર્વે તારીખ 6 જાન્યુઆરીને શુક્રવારના રોજ બોલાવાયેલી કારોબારી બેઠકને લઈને શિક્ષણ વિદો માં અનેક ચચૉઓએ જોર પકડ્યું હતું અને આ બેઠકમાં કુલપતિ ને અગાઉની કારોબારી બેઠક દરમિયાન પાઠવવામાં આવેલ શો કોઝ નોટિસ નો તેઓ દ્વારા જવાબ રજૂ કરાઈ તેવી ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બની હતી. જેને લઇને આજની કારોબારી બેઠક મહત્વની બની રહેશે તેવી સંભાવનાને ધ્યાનમાં રાખીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કારોબારી ની બેઠક મળી હતી. પરંતુ આ કારોબારી બેઠકમાં એવા કોઈ વિવાદીત કામો કે નિણૅયો બાબતે ચર્ચાઓ ન થતાં અને કુલપતિ ને મળેલ શો કોઝ નોટિસ મામલે પણ તેઓ દ્વારા પોતાનો જવાબ રજૂ ન કરતાં આ કારોબારી બેઠકમાં ફક્ત ને ફક્ત આગામી માર્ચ એપ્રિલમાં આવનારી પરિક્ષાઓ અને પ્રવેશ પ્રક્રિયાની કમીટી બાબતે ચચૉઓ સાથે આગામી દિવસોમાં યુનિવર્સિટી ખાતે આવનાર નેક ટીમને લઈને થનાર ખર્ચ ની રકમમાં વધારો કરવા જેવાં મુદ્દે બેઠકમાં ચચૉઓ કરવામાં આવી હોવાનું કારોબારી બેઠક નાં અધ્યક્ષ કુલપતિ ડો.જે.જે. વોરાએ જણાવ્યું હતું.
શિક્ષણ અને સંશોધનના બદલે સતત વિવાદોમાં ઘેરાયેલી રહેતી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણની નવા વર્ષની પ્રથમ અને કુલપતિ ડોક્ટર જે.જે. વોરાની છેલ્લી બેઠકમાં પણ વિવાદો છવાયેલા રહેતા બેઠક સ્થળે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો જેને લઇને કર્મચારીઓ તેમજ બહારથી આવતા વિદ્યાર્થીઓએ પણ શિક્ષણના ધામમાં પોલીસની હાજરીને લઈને આ બાબત ચર્ચાસ્પદ બની જવા પામી હતી.
યુનિવર્સિટીની કારોબારી સમિતિની બેઠક શરૂ થતા પહેલા યુનિવર્સિટીના પીએસ ઉમેશ રાઠોડ કોઈ કારોબારી સભ્યની અરજી લઈને ઇસીની બેઠકમાં કુલપતિને આપવા આવ્યા હતા. જો કે, કુલપતિ આ અરજીની ગંભીરતા બાબતે જાણતા હોય તેમ તેમણે અરજી સ્વીકારવાના બદલે યુનિવર્સિટીમાં 34 વર્ષથી ફરજ બજાવતા તેમના ps ઉમેશ રાઠોડને સંભળાવી દીધું હતું કે તમે આ રીતે અંદર આવી જવાનું નહીં એમ સંભળાવી દીધું હતું. જોકે, આવો જવાબ સાંભળીને તેમના પર્સનલ સેક્રેટરી પણ આશ્ચર્ય પામ્યા હતા અને હેબતાઈ ગયા હતા.
આ બાબતે જાણવા મળ્યા મુજબ એક ઇસી મેમ્બર દ્વારા કુલપતિને ઉદ્દેશીને એક અરજી આવી હતી. આ અરજી યુનિવર્સિટીના કુલપતિના કાર્યાલય દ્વારા સ્વીકારી સમય અને સહી સાથે રજીસ્ટરમાં નોંધી કુલપતિને વંચાણ અર્થે મુકવામાં આવી હતી., પરંતુ ગમે તે કારણસર કુલપતિ વોરાએ આ અરજી વંચાણે લઈને તેના પર સહી કરવાના બદલે તેને બાજુમાં જ મૂકી રાખી હતી.
જેથી તેમના ps ઉમેશભાઈનું ટેન્શન વધી ગયું હતું. કારણ કે તેમણે અરજી સ્વીકાર્યાનો સમય દર્શાવીને સહી કરીને અરજી લીધી હતી જે કુલપતિને રજૂ કરી દીધી હોવા છતાં કુલપતિ એ અરજી વંચાણે લેવા તૈયાર ન હોય તેવું જોવા મળ્યું હતું જેથી તેમના પર્સનલ સેક્રેટરી તેમની કોઈ જવાબદારી બને તે પહેલા તેમણે ચાલુ ઇસીની બેઠકમાં જઈને કુલપતિને આ અરજી આપી હતી.
અરજીમાં કયા ઇસી સભ્ય દ્વારા શું લખવામાં આવ્યું હતું તે અંગે કંઈ જાણવા મળી શક્યું ન હતું પરંતુ કંઈક વિવાદ કે ગંભીર બાબત હશે તો જ કુલપતિ આ અરજી સ્વીકારવા તૈયાર થયા ન હતા એવું ચર્ચાસ્પદ બન્યું હતું. આ કારોબારી બેઠકમાં કુલપતિ, રજિસ્ટ્રાર સહિત કારોબારી સભ્યો શૈલેષ પટેલ, દિલીપ ચૌધરી, અનિલ નાયક,નિશિથ ભટ્ટ,દિલીપ પટેલ સહિત યુનિવર્સિટી અધીકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.