મહત્વનો નિર્ણય:યુનિવર્સિટી દ્વારા 50 ટકા માફ કરાયેલ પરીક્ષા ફી આગળના સેમેસ્ટરની પરીક્ષા ફીમાં સરભર કરાશે

પાટણએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કોલેજો દ્વારા છાત્રોને પૈસા ન મળવાના પ્રશ્નો ઉભા ન થાય માટે નિર્ણય લેવાયો
  • યુનિવર્સિટી પરીક્ષાની માફ કરેલ 50 ટકા ફી છાત્રોને રોકડ રૂપે પરત મળશે નહીં

હેમ.યુનિવર્સિટી દ્વારા સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસક્રમમાં જેમની પરીક્ષાઓ રદ કરાઈ હતી.જેથી પરીક્ષાઓ ન લેવામાં આવતા તેમને ભરેલી પરીક્ષાની ફી માંથી 50 ટકા ફી પર આપવાનો નિર્ણય લેવાયો હતો.પરંતુ હવે આ ફી યુનિવર્સીટી છાત્રોને પરત ન આપી આગામી સેમેસ્ટરની પરીક્ષા ફી માં સરભર કરી આપશે.તેવો નિર્ણય લેવાયો છે.

માસ પ્રમોશન અને અન્ય ખર્ચને બાદ કરી છાત્રોના હિતમાં 50 ટકા ફી પરત આપવામાં આવે તેવો નિર્ણય લીધો હતું
યુનિવર્સિટીની સંલગ્ન કોલેજોના સ્નાતક અને અનુસ્નાતકના છાત્રોએ પરીક્ષાઓની ફી ભર્યા હતી પરંતુ કોરોના મહામારીને લઇ સ્નાતક સેમ 2 અને 4 ની પરીક્ષાઓ રદ કરી આ છાત્રોને મેરિટ બેઝ માસ પ્રમોશન આપી પરિણામ આપવામાં આવ્યા છે.છાત્રોએ લેખિત પરીક્ષાની ફી ભરી હોઈ યુનિવર્સિટીએ લેખિત પરીક્ષા ન લીધી હોય પરંતુ માસ પ્રમોશન અને અન્ય ખર્ચને બાદ કરી છાત્રોના હિતમાં 50 ટકા ફી પરત આપવામાં આવે તેવો નિર્ણય લીધો હતું પરંતુ કોલેજોને છાત્રોના પૈસા આપ્યા બાદ વહેંચણી કરવાની મુશ્કેલી પડે ,અથવા છાત્રોના પૈસા મળવાની સમસ્યા બને તેવા વિવિધ પ્રશ્નોને લઇ યુનિવર્સીટી દ્વારા જે છાત્રોની 50 ટકા ફી માફ કરી છે.તે છાત્રોને તેમના આગળના સત્રની પરીક્ષા ફી માં સરભર કરી આપવામાં આવશે અને કુલ ફી માં આ રકમ માફ થશે જેથી બાકી રહેતી ફી જ ભરવાની રહેશે.તેવું કુલપતિ જે જે વોરાએ જણાવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...