આયોજન:યુનિ.ના આસિસ્ટન્ટ રજિસ્ટ્રારની ભરતીની પરીક્ષા રવિવારે યોજાશે

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે વર્ષથી ખાલી પડેલ જગ્યા માટે લોર્ડ ક્રિષ્ના સ્કૂલમાં 206 ઉમેદવાર પરીક્ષા આપશે
  • ​​​​​​​ભરતી પ્રક્રિયા પારદર્શક થાય માટે સિનિયર પ્રિન્સિપાલની કમિટીને આયોજન સોંપાયું

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં છેલ્લા બે વર્ષથી ખાલી પડેલ આસિસ્ટન્ટ રજિસ્ટરની જગ્યા માટે ભરતી પ્રક્રિયા કરવામાં આવી હતી. જેમાં ઉમેદવારી ફોર્મ ભરાયા બાદ આગામી રવિવારના રોજ ધારપુર નજીક આવેલ લૉર્ડ ક્રિષ્ના સ્કૂલ ઓફ સાયન્સ ખાતે ભરતી પરીક્ષા યોજાનાર છે. જેમાં 206 ઉમેદવારો પરીક્ષા આપશે.

યુનિવર્સિટીના વહીવટી અધિકારીઓની ખાલી પડેલ પોસ્ટ કાયમી ભરવા માટે સરકારની મંજૂરી બાદ પ્રક્રિયા શરૂ કરાઇ છે.જેમાં રજીસ્ટ્રારની ભરતી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે આસિસ્ટન્ટ રજીસ્ટ્રારની જગ્યા માટેની ભરતી પ્રક્રિયા શરુ કરવામાં આવી છે. ફોર્મ વેરિફીકેશન પ્રક્રિયા પૂર્ણ થતાં આગામી રવિવારે 4 સપ્ટેમ્બરના રોજ પાટણથી 3 કીમી ધારપુર નજીક આવેલ લૉર્ડ ક્રિષ્ના સ્કૂલ ઓફ સાયન્સ ખાતે યોજાશે.1 :30 કલાકની સમય મર્યાદામાં 100 ગુણની પરીક્ષા લેવાશે. જેમાં પાસ થવાં માટે 40 ગુણ લાવવાના રહેશે.

પાસ થયેલા ઉમેદવારો પૈકી ભરતી પ્રક્રિયા માટે 10 સપ્ટેમ્બરના રોજ ઇન્ટરવ્યૂ પ્રક્રિયા કરાશે. જેમાંથી યોગ્ય ઉમેદવારની પસંદગી કરશે. સમગ્ર પરીક્ષા સરકારના માર્ગદર્શન મુજબ સિનિયર પ્રિન્સિપાલની કમિટી દ્વારા લેવામાં આવનાર છે.તેવું રજિસ્ટ્રાર ડૉ.રોહિત દેસાઈએ જણાવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...