તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણ:જિલ્લાના પ્રાથમિક શાળાઓમાં સતત બીજા વર્ષે પણ પ્રવેશોત્સવ બંધ રહેશે

પાટણ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રાથમિક શાળાઓમાં દિવાળી સુધી પરિસ્થિતિ થાળે પડે તેમ ન હોવાનું શૈક્ષણિક સુત્રોનું અનુમાન

જૂન મહિનો શરૂ થઈ ગયો છે અને મોડે મોડે પણ ધોરણ 12 ની બોર્ડની પરીક્ષાઓ રદ કરવામાં આવી છે ત્યારે પ્રાથમિક શાળાઓમાં પણ દિવાળી સુધી પરિસ્થિતિ થાળે પડે તેમ ન હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. જૂન માસમાં પ્રવેશોત્સવ અંગેની કોઈ તૈયારીઓ થઈ રહી નથી અને માત્ર નામાંકન કરવામાં આવી રહ્યું છે. સરકાર દ્વારા શાળા શરૂ કરવા આદેશ થશે ત્યારે તેના આધારે જે તે વખતે સર્વે કરીને પ્રવેશ આપવાની કાર્યવાહી કરવામાં આવશે તેવી શક્યતા પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રના સૂત્રોએ જણાવ્યું હતું.

આમ તો જૂન મહિનામાં પ્રવેશ અંગેની પ્રક્રિયા શાળાઓમાં ચાલતી હોય છે પરંતુ સતત બે વર્ષથી કોરોના મહામારી ના કારણે તેમ થઇ શક્યું નથી. ચાલુ સાલે શાળા પ્રવેશોત્સવ થવાની શક્યતા શિક્ષકો જોઈ રહ્યા નથી અને ગામે ગામ ચાલતી આંગણવાડીઓ દ્વારા મળતા નામો આધારે નામોની યાદી બનાવવામાં આવી રહી છે. સરકાર જ્યારે આદેશ કરશે ત્યારે આ યાદીના આધારે સર્વે કરીને પ્રવેશ આપવાની કાર્યવાહી હાથ ધરવી પડશે તેવી સ્થિતિ સર્જાઈ છે. શિક્ષક સમુદાયના જણાવ્યા મુજબ બીજી લહેર પૂરી થયા બાદ કોરોનાની ત્રીજી લહેર માં બાળકો ટાર્ગેટ બનશે તેવી શક્યતા હોવાના કારણે માધ્યમિકની પરીક્ષાઓ પણ લેવાઈ નથી એટલે પ્રાથમિક શાળાઓ ચાલુ થાય તેવી શક્યતા નથી શાળાઓ શરૂ કરવાની થાય તો વાલીઓ સંમતિ પત્ર આપવા તૈયાર નહીં થાય તેવા નિર્દેશ મળી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...