• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • The Election Of Patan District Bar Association Was Held In A Harmonious Manner. For The 17th Consecutive Year, Advocate M.K. Patel's Choice

ચૂંટણી:પાટણ ડિસ્ટ્રીક્ટ બાર એસોસીએશનની ચૂંટણી સમરસ બની, સતત 17માં વર્ષે પ્રમુખ તરીકે એડવોકેટ એમ.કે. પટેલની વરણી

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડિસ્ટ્રીક્ટ બાર એસોસિએશનના નવીન કારોબારી સભ્યોની સર્વાનુમતે વરણી કરાઈ
  • ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખે 9 ફોર્મ પરત ખેંચાતા ફક્ત 15 ઉમેદવારો જ રહેતા ચૂંટણી સમરસ બની હતી

પાટણ ડિસ્ટ્રીક્ટ બાર એસોશીએસનની આજે યોજાનારી ચૂંટણી સમરસ બની હતી. જેથી નવીન કારોબારી સભ્યોની વરણી માટે બેઠક યોજાઈ હતી. જેમાં પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી સહિતના હોદ્દેદારોની સર્વાનુમતે નિમણૂંક કરવામાં આવી હતી.

પાટણ ડિસ્ટ્રીક્ટ બાર એસો.ની સ્થાપનાથી પ્રમુખ તરીકે સતત 17 વર્ષથી વધુ સમય જવાબદારી સંભાળનારા શહેરના જાણીતા એડવોકેટ મહેન્દ્ર કે. પટેલને સર્વાનુમતે ફરી પ્રમુખ બનાવવામાં આવ્યા હતા.

બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના નિયમોનુસાર રાજ્યના તમામ જિલ્લા તથા તાલુકાઓના વકીલ મંડળોની ચૂંટણી ડીસેમ્બર માસની 17મી તારીખે યોજાતી હોય છે, તે અનુસંધાને પાટણ ડીસ્ટ્રીકટ બાર એસોશીએશનના બંધારણ મુજબ 15 કારોબારી સભ્યોની ચૂંટણી માટેનું જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. આ માટે 24 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. જોકે, ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખે 9 ફોર્મ પરત ખેંચાતા ફક્ત 15 ઉમેદવારો જ રહેતા ચૂંટણી સમરસ બની હતી.

આ ચૂંટણી સમરસ બનતાં કારોબારી સમિતિની મિટીંગ જિલ્લા અદાલતમાં ડીસ્ટ્રીક્ટ બાર લાયબ્રેરીમાં મળતા હાજર તમામ સભ્યોએ સર્વાનુમતે પ્રમુખ તરીકે મહેન્દ્ર કે. પટેલની વરણી કરી હતી. તેમજ કાર્યકારી પ્રમુખ કે.ડી. મહાજન, ઉપપ્રમુખ સંગીતાબેન જોષી, જીતેન્દ્ર જી . ઠાકોર, મંત્રી ધવલ બી . પંડયા, સહમંત્રી ડી.એચ. ઠાકોર, દર્શનાબેન પટેલ, ખજાનચી રામકુમાર જે. જોષી તથા કારોબારી સભ્ય એમ.એચ. પટેલ, એમ.એ. ચૌહાણ, એ.આર. ત્રિવેદી, જે.જે. બારોટ, આઈ. આર. બેલીમ, એન.બી. રાવલ અને એસ.એસ. ઠાકોરની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. ડિસ્ટ્રીક્ટ બાર લાયબ્રેરીના મંત્રી તરીકે પરાગ શાહ, સહમંત્રી હાર્દિક જે. નાયી, ખજાનચી સચિન ટી. નિમાવત અને સભ્ય પી.એમ. રાઠોડ, હર્ષદ વી .સોલંકીની વરણી કરવામાં આવી હતી.

એડમીશન કમિટીના ચેરમેન તરીકે સંધ્યાબેન આર. પ્રધાન અને સભ્ય અશ્વિન એચ. દરજી, તેજલબેન પ્રજાપતિની વરણી કરવામાં આવી હતી. અમલીકરણ સમિતિના ચેરમેન તરીકે એચ.એ. બલોચ અને સભ્ય વિપુલ શુક્લની નિમણુંક કરવામાં આવી હતી. જ્યારે આંતરીક ઓડીટર તરીકે આઇ.કે. સલાટની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. નવીન ચૂંટાયેલા હોદ્દેદારો તા.1-1-2022થી પોતાનો કાર્યભાર સંભાળશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, પાટણ ડિસ્ટ્રીક્ટ બાર એસો.ના પ્રમુખ તરીકે મહેન્દ્ર કે. પટેલ ( એમ.કે. પટેલ ) જ્યારથી ડિસ્ટ્રીકટ બારની સ્થાપના થઈ ત્યારથી જ લગભગ 17 વર્ષથી વધુ સમયગાળા માટે પ્રમુખ તરીકે રહી ચુક્યા છે અને આજરોજ ડિસ્ટ્રીક્ટ બાર એસો.ના કારોબારી સભ્યોએ ફરીથી તેમના ઉપર વિશ્વાસ મુકી તેઓને સર્વાનુમતે પ્રમુખ બનાવતા વકીલો સહિત મિત્રવર્તુળે શુભેચ્છા વ્યક્ત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...