તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:પાટણ નાગરિક સહકારી બેંકની આગામી 11 જુલાઈએ 15 ડિરેક્ટરની ચૂંટણી થશે

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 12 બેઠક સામાન્ય, બે સ્ત્રી અને એક અનુ.જાતિ-જન જાતિ બેઠક
  • 28 જૂનથી ફોર્મ વિતરણ, 30 જૂને ચકાસણી અને 2 જુલાઈ સુધી ફોર્મ પરત ખેંચાશે

પાટણમાં સહકારી ક્ષેત્રે નામાંકિત અને પ્રતિષ્ઠિત એવી પાટણ નાગરિક સહકારી બેંકની ચૂંટણીના પડઘમ સંભળાઈ રહ્યા છે. આગામી 11 જુલાઇ રવિવારે 15 ડિરેક્ટરની ચૂંટણી જાહેર કરાઈ છે. નોધપાત્ર છે કે રાજકીય ચહેરાઓથી ચાલતી આ બેંકમાં અને તેની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસની રાજકીય હરીફાઈ જોવા મળતી નથી.

ત્યારે આગામી ચૂંટણીમાં કયા ચહેરા સત્તા પર આવશે તેને લઈ અત્યારથી ઉત્સુકતા સર્જાઇ રહી છે.પાટણ નાગરિક બેંકના 15 ડિરેકટરોની ચૂંટણી માટે કાર્યક્રમ જાહેર કરાયો છે. 12 બેઠકો સામાન્ય છે. બે બેઠકો સ્ત્રીઓ માટે અને 1 બેઠક અનુસૂચિત જાતિ- જનજાતિ માટે અનામત છે. 28 જૂને ઉમેદવારી ફોર્મ આપવાની શરૂઆત થશે.

29 અને 30 જૂને ઉમેદવારી ફોર્મ સ્વીકારાશે. 30 જૂન સાંજે 5 કલાકે ઉમેદવારી ફોર્મની ચકાસણી થશે. 1 અને 2 જુલાઈ સુધી ઉમેદવારી પાછી ખેંચી શકાશે. 2 જુલાઈના રોજ નિશાનની ફાળવણી કરવામાં આવશે અને 11 જુલાઇના રોજ મતદાન શેઠ એમ.એન. હાઇસ્કૂલ સંકુલમાં કરાશે.

એકપણ કોર્પોરેટર ડિરેક્ટર નથી
અત્રે નોંધનીય છે કે રિઝર્વ બેન્ક દ્વારા સહકારી બેંકની ચૂંટણી માટે કેટલીક ગાઇડલાઇન જાહેર કરી છે. જેમાં 70 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિ ચૂંટણી લડી શકશે નહીં. આ ઉપરાંત સંસદ સભ્ય, ધારાસભ્ય કે નગરપાલિકાના સદસ્ય ચૂંટણીમાં ભાગ લઇ શકશે નહીં. જોકે પાટણ નાગરિક બેંકમાં એક પણ કોર્પોરેટર ધારાસભ્ય કે સંસદ સભ્ય ડિરેક્ટર પદ પર નથી.

અન્ય સમાચારો પણ છે...