પેટા ચૂંટણી:રાધનપુરના વોર્ડ 7ની ખાલી પડેલી બેઠકની ચૂંટણી માટે મતદાન પૂર્ણ, કુલ 47.70 ટકા મતદાન થયું

પાટણ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચલવાડા તાલુકા પંચાયત પેટા ચૂંટણી માટે 73.50 ટકા મતદાન
  • ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર વચ્ચે ત્રિપાંખિયો જંગ

ગાંધીનગર મહાનગરપાલિકની આજે રવિવારે ચૂંટણી યોજાઈ રહી છે. જેની સાથે સાથે રાજ્યમાં ખાલી પડેલી બેઠક માટે પેટા ચૂંટણી યોજાઈ રહી છે. ત્યારે રાધનપુર નગરપાલિકાના વોર્ડ નં. 7 ના ભાજપના કોર્પોરેટર અંકુરભાઈ જોષીનું બીમારીને કારણે મૃત્યુ નિપજતાં અને ચલવાડા તાલુકા પંચાયત બેઠકના સદસ્ય જોરાજી ઠાકોરનું કોરોનામા અવસાન થતાં બંને બેઠકોની પેટા ચૂંટણી માટે આજે શાંતિ પૂર્ણ માહોલમાં મતદાન યોજાયુ હતું. રાધનપુરના વોર્ડ નંબર 7 ની બેઠક માટે કુલ 47.70 ટકા મતદાન થયું હતું. જ્યારે ચલવાડા તાલુકા પંચાયતની ચૂંટણી માટે 73.50 ટકા મતદાન થયું હતું.

ગત ચૂંટણીમાં ભાજપની આખી પેનલ વિજેતા થઈ હતીરાધનપુર નગરપાલિકાના વોર્ડ નં. 7 માં ગત ચૂંટણીમાં ભાજપની આખી પેનલ વિજેતા બની હતી. પરંતુ કોંગેસની બહુમતી હોવાથી કોંગ્રેસની બોડી બની હતી. ત્યારે ચલવાડા તાલુકા પંચાયતની બેઠકના ઉમેદવાર જોરાજી ઠાકોરનું નિધન થતાં કોંગ્રેસ દ્વારા તેમના પત્નિને ટિકિટ આપવામાં આવી છે. આ બેઠકો પર ભાજપ, કોંગ્રેસ અને આપના ઉમેદવારો વચ્ચે ત્રિપાંખિયો જંગ જામ્યો છે.

અન્ય સમાચારો પણ છે...