• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • The Election Department Started An Investigation After The BJP Made A Submission Regarding The Controversial Video Of Siddhapur MLA Chandanji

ચંદનજી ઠાકોરની મુશ્કેલી વધી:સિદ્ધપુર ધારાસભ્ય ચંદનજીના વિવાદાસપદ વીડિયો મામલે ભાજપે રજૂઆત કરતા ચૂંટણી વિભાગે તપાસ શરૂ કરી

પાટણ16 દિવસ પહેલા
  • કૉપી લિંક

સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોરનો શનિવારના રોજ સોશિયલ મીડિયામાં મુસ્લિમ સમાજની તરફેણ કરતો એક વિવાદાસ્પદ વીડિયો વાયરલ થતાં સમગ્ર રાજકારણમાં હડકંપ મચ્યો હતો. જે વીડિયો મામલે ગાંઘીનગર ભાજપ કમલમમાંથી પાટણ ચૂંટણી વિભાગમાં ધારાસભ્યના નિવેદનમાં આચારસંહિતા ભંગ થતો હોવાની રજૂઆત કરવામાં આવતા પાટણ ચૂંટણી વિભાગના આચારસંહિતા નોડલ ઓફિસર દ્વારા સિદ્ધપુર વિધાનસભા ચૂંટણી અધિકારીને તપાસ સોંપવામાં આવી છે.

જિલ્લા ચૂંટણી આચારસંહિતા નોડલ ઓફિસર શિવપાલસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, ભાજપ પક્ષમાંથી મળેલી ફરિયાદ આધારે સિદ્ધપુર ધારાસભ્ય ચંદનજીના વીડિયો મામલે તપાસ શરૂ કરાઇ રહી છે. ત્રણ નવેમ્બર આચારસંહિતા લાગુ થયા બાદનો સાચો વીડિયો હશે તો આચારસંહિતા ભંગ બદલ ફરિયાદ નોંધાશે. જૂનો વીડિયો તો કોઇ કાર્યવાહિ થઈ શકે નહીં. વીડિયોની ખાતરી કરવા માટે ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવશે. આ વીડિયો કયા સમયનો ક્યાં સ્થળનો અને વીડિયો સાચો છે કે ખોટો તે મામલે તપાસ બાદ ફરિયાદ નોધવી કે કેમ તે મામલે નિર્ણય લેવામાં આવશે.

અત્રે ઉલેખનીય છે કે, સિદ્ધપુર ધારાસભ્ય ચંદનજી ઠાકોર દ્વારા વીડિયોમાં મળે સ્પષ્ટીકરણ કરવામાં આવી છે કે આ વીડિયો જૂનો છે અને તેમાં એડિટિંગ કરીને મને બદનામ કરવા માટે વાયરલ કરવામાં આવ્યો છે. ત્યારે હવે સત્ય શું છે તે ફોરેન્સિક લેબ આ વીડિયોની તપાસ બાદ હકીકત બહાર આવશે. પ્રાથમિક તપાસમાં વીડિયો જુના હોવાની આશંકા હોય વીડિયોની ખાતરી બાદ આગળની કાર્યવાહી કરાશે.

અન્ય સમાચારો પણ છે...