તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • The EC Meeting Of Hemchandracharya University Had A Big Discrepancy In The Report Of Passing The Answer Scripts Of Three Students Who Failed In The Medical Examination.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘટસ્ફોટ:હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીની ઇસી બેઠકમાં મેડિકલની પરીક્ષામાં નપાસ થયેલા ત્રણ છાત્રોની ઉત્તરવહી બદલી પાસ કરવાના રિપોર્ટમાં મોટો ઘટસ્ફોટ થયો

પાટણ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વર્ષ 2018ની મેડિકલની પ્રથમવર્ષની પરીક્ષામાં નપાસ થયેલા છાત્રોનો મામલો હતો

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીની ઇસી બેઠકમાં બજેટ મંજુર સહીત વિવિધ કામો અંગે ચર્ચા બાદ મેડિકલની પરીક્ષામાં નપાસ થયેલા ત્રણ છાત્રોની ઉત્તરવહી બદલી પાસ કરવામાં આવ્યા હોવાનો રિપોર્ટ મુકવામાં આવતા મોટો ઘટસ્પોટ થયો છે.

ગેરરીતિ મામલે નિર્ણય લેવા ઇસી મુલતવી રાખી ગુરુવારે મળશે

ત્યારે આ બાબતે ઇસી લાંબો સમય ચાલ્યા બાદ મેડિકલની પરીક્ષા ગેરરીતિ મામલે નિર્ણય લેવા ઇસી મુલતવી રાખી ગુરુવારે મળશે. જેમાં આ બાબતે રિપોર્ટના તથ્યો આધારે નિર્ણય લઇ કાર્યવાહી કરવામાં આવશે. મેડીકલમાં થયેલ ગેરરીતિમાં મોટા સત્તાધીશોના નામ બહાર આવવાની શક્યતાઓ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. યુનિવર્સિટીની ગત ઇસી બેઠકમાં વર્ષ 2018 ની મેડિકલની પ્રથમવર્ષની પરીક્ષામાં નપાસ થયેલા છાત્રોને રિએસેસમેન્ટમાં ઉત્તરવહી બદલી પાસ કરવામાં આવ્યા હોવા મામલે મળેલ માહિતી અનુસંધાને ઇસી સભ્ય હરેશ ચૌધરી અને પ્રોડૉ.જે.કે પટેલ બે સભ્યોની કમિટી બનાવી તપાસ સોંપવામાં આવી હતી.

રિપોર્ટની તપાસ બાદ કેટલાક મોટા નામો પણ આ ગેરરીતિમાં બહાર આવશે

કમિટીએ તપાસ કરી રિપોર્ટ ઇસી બેઠકમાં રજૂ કરવામાં આવ્યા હતો. જેમાં એફ.વાય એમબીબીએસના ત્રણ છાત્રો નપાસ થયા હોવા છતાં રીએસેસમેન્ટમાં પાસ કરવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું હતું. આ રિપોર્ટ પર કમિટી દ્વારા ચર્ચાઓ બાદ બેઠકનો સમય વધુ થતા મહત્વની બાબત હોઈ આ અંગે નિર્ણય લેવા માટે બેઠક બીજા દિવસ પર મુલતવી કરી ગુરુવારે નિર્ણય લેવામાં આવશે તેવું નક્કી કરાયું છે. જેમાં રિપોર્ટની તપાસ બાદ કેટલાક મોટા નામો પણ આ ગેરરીતિમાં બહાર આવવાની શક્યતાઓ સંભળાઈ રહી છે. ઇસી બેઠકમાં કુલપતિ ડૉ.જે.જે.વોરા, ઇસી સભ્ય શૈલેષ પટેલ, હરેશ ચૌધરી, સ્નેહલ પટેલ, દિલીપ ચૌધરી સહિતના ઇસી સભ્યો અને રજિસ્ટ્રાર ડી.એમ.પટેલ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો