તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આજે વિશ્વ પર્યાવરણ દિવસ:સૂકીભઠ્ઠ સરસ્વતી નદી 40 હજાર વૃક્ષોથી લીલીછમ બની

પાટણ8 દિવસ પહેલાલેખક: તેજસ રાવળ
  • કૉપી લિંક
  • ઉત્તર ગુજરાતનું પ્રથમ હરિતવન : 20 એકરમાં લુપ્ત થતા વૃક્ષો-ઔષધિઓ મળી એક જ વર્ષમાં 40 હજાર વૃક્ષોનું સહસ્ત્ર તરુવન નિર્માણ કરાયું

એક સમયે સૂકોભઠ્ઠ જોવા મળતો પાટણની સરસ્વતી નદીનો કિનારો આજે 40 હજાર વૃક્ષોની લીલીછમ હરિયાળીથી શોભી રહ્યો છે. હાલમાં 20 એકર જમીનમાં 275 પ્રકારની જાતિ વાવેલી છે અને 3 વર્ષમાં 1000 પ્રકારના વૃક્ષોની પ્રજાતિ વાવવાનો લક્ષાંક છે. અત્યાર સુધીમાં આ વન પાછળ રૂ.35 લાખથી વધુનો ખર્ચ કરાયો છે.

26 જુલાઈ 2020 વિશ્વ કારગીલ વિજય દિવસ નિમિત્તે વિવિધ સંસ્થાઓ તેમજ સરકારી તંત્રના સહયોગથી પર્યાવરણ અને શહેરની સુરક્ષા માટે મિશન ગ્રીન પાટણ અભિયાન અંતર્ગત સરસ્વતી નદીના પુલ પાસે નદીના કિનારા પર સિંચાઈ વિભાગની 20 એકર જમીન એટલે કે અંદાજે દોઢ કિમીના સીધા પટ્ટામાં સહસ્ત્ર તરુવન ઊભું કરવાનો આરંભ કરાયો હતો. વર્ષ અહીં અલગ - અલગ પાંચ વન ઉભા કરી અંદાજે 275 પ્રકારના લુપ્ત થતા વૃક્ષો તેમજ પર્યાવરણમાં ઓક્સિજન માત્રા વધારતા અને કુદરતની સાયકલમાં ઉપયોગી વૃક્ષો, ફળ, ફૂલ મળી અત્યાર સુધીમાં 40 હજાર જેટલા વૃક્ષો રોપી પાણી માટે ડ્રિપ પદ્ધતિનો ઉપયોગ કરી ઉછેર કરાયો છે. આ વનમાં નેપાળમાં આવેલા પશુપતિનાથ મહાદેવ મંદિરના પ્રતિકૃતિ સમાન આનંદેશ્વર મહાદેવનું મંદિર પણ બનાવાયું છે.

પીંપળમેન ઓફ ગુજરાત : 100 ઓક્સિજન પાર્ક નિર્માણ કરાવ્યા
પાટણના કુણઘેર ગામના વતની નિલેશ રાજગોર છેલ્લા ઘણા વર્ષોથી સ્વામી સચ્ચિદાનંદ અને સ્વામી નિજાનંદજીની પ્રેરણાથી પ્રકૃતિના સંરક્ષણ અને સંવર્ધન માટે સમર્પિત કાર્ય કરી રહ્યા છે. આજદિન સુધી તેમણે 2 લાખથી વધુ પીંપળા અને 3 લાખથી વધુ દેશીકૂળનાં વૃક્ષો વવડાવ્યા છે. જેમાં 1 લાખ પીંપળા અને 100થી વધુ પીંપળવન (ઓક્સિજન પાર્ક) તૈયાર કરાવ્યા છે.

  • 1 વર્ષમાં 40 હજાર વૃક્ષો વાવ્યા
  • ​​​​​​​275 પ્રકારની જાતિના વૃક્ષો, ઔષધિ
  • 20 એકરમાં વૃક્ષોનું વાવેતર કરાયું છે
  • 1000 પ્રકારનાં વૃક્ષો વાવવાનો લક્ષાંક
  • ​​​​​​​35 લાખથી વધુનો ખર્ચ કરાયો
અન્ય સમાચારો પણ છે...