તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બર્નિંગ કાર:સમીના વરાણા પાટિયા પાસે CNG કારમાં આગ લાગતા ચાલક કારમાં જ ભડથું થયા

પાટણ7 દિવસ પહેલા
  • મૃતક કાર ચાલક વરાણા ગામના રહેવાસી

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામ પાસે શુક્રવારની બપોરે સીએનજી ગેસ કીટ વાળી ગાડીમાં અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠતા ગાડીમાં સવાર ચાલકનું ભડથુ થઇ જવા પામ્યું હતું.

બનાવની મળતી હકીકત મુજબ પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામના પાટિયા પાસે વાવલ પુલ નજીક થી શુક્રવારની બપોરના સુમારે પસાર થઈ રહેલ સીએનજી કીટ વાળી ગાડી માં અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠતા ગાડી ચાલક વરાણા ગામ ના રણજિતસિંહ સિંધવ નામનાવ્યક્તિ ગાડીમાં જ સળગીને ભડથું થઈ જવા પામ્યા હતા.

ઉપરોક્ત બનાવની જાણ સમી પોલીસને કરાતા સમી પોલીસે ઘટનાસ્થળે આવી ગાડી માં લાગેલી આગને અગ્નિશામક યંત્ર થી ઓલવી ગાડીમાં ભસ્મીભૂત બનેલા રણજીતસિંહ સિંઘવની લાશનું પંચનામું કરી પીએમ અર્થે સમી રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...