તપાસ:શંખેશ્વર પાસે દારૂની હેરાફેરી કરતો કાર ચાલક ઝડપાયો

પાટણ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે 3.43 લાખનો મુદ્દામાલ જપ્ત કરી શંખેશ્વરના બે શખ્સો સામે ગુનો નોંધ્યો

શંખેશ્વર-વિરમગામ હાઇવે પંચાસર ગામના બસ સ્ટેશન નજીક વિદેશી દારૂની હેરાફેરી થઇ હોવાની બુધવારે રાત્રે બાતમી અાધારે પોલીસે નાકાબંધી ગોઠવી હતી. ત્યારે પસાર થતી કાર (જીજે 24 એએ 4999) રોકવાની કોશિશ કરતા કાર મુકીને ભાગવા જતાં ચાલક ભાવેશભાઇ ઉર્ફે નાગજી નાયી રહે.શંખેશ્વરને પોલીસે ઝડપી પાડ્યો હતો.

ગાડીમાં તપાસ કરતાં રૂ.28305નો વિદેશી દારૂની 333 બોટલો મળી આવતાં પોલીસે દારૂનો જથ્થો, કાર, રોકડ રૂ.2920 મળી રૂ.3,43,210નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે ઝડપાયેલા ચાલકની પૂછપરછ કરતા દારૂનો જથ્થો શંખેશ્વરના હર્ષદસિંહ કુંવરસિંહ ઝાલાએ શંખેશ્વરથી વિરમગામ લઇ જવાના રૂ.10000 નક્કી કર્યા હતા. અા અંગે પોલીસે બન્ને શખ્સો સામે પ્રોહીબીશન એક્ટ ગુના નોંધ્યો હતો. જેની તપાસ પીએસઆઇ એસ.બી.સોલંકીએ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...