તપાસ:ચાલકે કાબૂ ગુમાવતાં ટ્રેક્ટરમાં બેઠેલો યુવક નીચે પટકાતાં મોત

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરસ્વતીના મેસર કાતરા પાસે બનાવ
  • મુડવાડાનો યુવક ઇંટો ભરાવવા ગયો હતો

સરસ્વતી તાલુકાના મેસર કાતરા નજીક રોડ ઉપર ટ્રેક્ટર ચાલકે મંગળવારે ટ્રેક્ટર ઉપરનો કાબૂૂ ગુમાવી દેતાં ટ્રેક્ટર રોડની સાઇડમાં ઉતરી ગયું હતું. તે દરમિયાન ટ્રેકટરમાં બેસેલી યુવાન નીચે પટકાતા ટાયરમાં આવી જતાં મુડવાડાના યુવાનનું કમકમાટીભર્યું મોત થયું હતું. આ અંગે વાગડોદ પોલીસ મથકે ટ્રેક્ટર ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.

સિદ્ધપુરતાલુકાના મુડવાડા ગામે રહેતા ઠાકોર અલ્કેશજી તેજમલજી તેમના ગામના યુવાનો સાથે ટ્રેક્ટર જીજે 8 બી એન 7654ના ચાલક ઠાકોર મહેશજી શૈલેષજી લઈને ઈટો ભરવા સારું વાઘરોલ ગામ તરફ ગયા હતા. ત્યાંથી પરત મંગળવારે આવી રહ્યા હતા. ત્યારે મેસરથી કાતરા નજીક રોડ ઉપર વળાંકમાં અચાનક કાબૂ ગુમાવતા ટ્રેક્ટર રોડની સાઇડમાં ઉતરી ગયું હતું.

તે દરમિયાન યુવાન નીચે પડતા ટાયરમાં આવી જતાં કમકમાટીભર્યું મોત થયું હતું. આ અંગે મૃતકના કાકાએ વાગડોદ પોલીસ મથકે ટ્રેક્ટર ચાલક ઠાકોર મહેશજી થયેલી અરજી સામે ફરિયાદ નોંધાવી હતી. તેની તપાસ અધિકારી પી.એસ.આઇ પી એસ ગોસ્વામીએ આગળની વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...