ફરિયાદ:પાલનપુરના દહેજભૂખ્યાં સાસરિયાંએ મહિલાને મારમારી રાધનપુર છોડી મુકી

પાટણ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાધનપુર પોલીસ મથકે પતિ,દિયર, સાસુ-સસરા સામે ફરિયાદ

પાલનપુરની પરિણીતા પાસે સાસરિયાએ રૂ.2 લાખ દહેજની માગણી કરી પતિ, સાસુ-સસરા અને દિયરે ઢોર માર મારીને પરિણીતાને તેના પિયર રાધનપુર ખાતે ગાડીમાં લઈ જઈને ધક્કો મારીને ઉતારી દીધી હતી. આ અંગે મહિલાએ રાધનપુર પોલીસ મથકે પતિ સહિત સાસરિયાંના 4 સભ્યો સામે ફરિયાદ નોંધાવી હતી.

રાધનપુર ખાતે કડીયાવાસમાં રહેતી સાહિસ્તાબાનું ઈસ્માઈલભાઈ ઘાંચીના લગ્ન પાલનપુર ખાતે રહેતા સમીરભાઈ રફિકભાઈ ઘાંચી સાથે બે વર્ષ અગાઉ થયા હતા.તેઓ લગ્નજીવન દરમિયાન તેના પતિ સહિત સાસરિયાંના સભ્ય દહેજ પેટે રૂ.2 લાખની માગણી કરતાં હતા. શુક્રવારે સાંજે પરિણીતાને ફાવે તેમ બોલવા લાગ્યા અને સાસુ અને દિયરે હાથ-પગ બાંધી મોઢામાં ડૂચો મારી અને પતિએ બરડામાં ધોકા વડે માર માર્યો અને સસરા આવીને જેમતેમ બોલવા લાગ્યા હતા અને સાસુ દિયર અને પતિએ ગાડીમાં બેસાડી રાધનપુર મુકામે ધક્કો મારીને ઉતારી દીધી હતી.

આ અંગે મહિલાએ રાધનપુર પોલીસ મથક પતિ ઘાંચી સમીરભાઈ રફિકભાઈ અને ઘાંચી સુલતાનબાનું રફિકભાઈ અને ઘાંચી તોફીકભાઈ રફિકભાઈ અને ઘાંચી રફિકભાઈ ઈસ્માઈલભાઈ રહે. તમામ પાલનપુર સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...