પાટણ કોરોના LIVE:જિલ્લામાં આજે કોરોનાના વધુ 10 કેસો નોંધાયા, 3 દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ

પાટણ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં અત્યારસુધીમાં કુલ 4521 પોઝિટિવ કેસો
  • 1857 લોકોના કોરોના ટેસ્ટ પેન્ડીંગ

પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં આજે બુધવારે કોરોનાના કેસો વધીને 10 નોંધાવા પામ્યા છે. પાટણ જિલ્લામાં બુધવારે પ્રકાશમાં આવેલાં કોરોના પોઝિટિવ કેસોની વિગત આપતાં આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે પાટણમાં 1, સાંતલપુર તાલુકામાં 1, રાધનપુરમાં 3, સિદ્ધપુરમાં 1, શંખેશ્વરમાં 1, હારીજમાં 2, સમીમાં 1 કેસો મળી જિલ્લામાં કુલ 10 કેસ કોરોના પોઝિટિવ નોંધાયા છે.

પાટણ જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાની ત્રીજી લહેરમાં તા 1 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં કુલ 4521 પોઝિટિવ કેસો નોંધાયા છે. જેમા 4379 દર્દીઓ સાજા થયા છે, 129 હોમ આઈશોલેશન છે. 3 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. જ્યારે 1857 લોકોના કોરોનાના ટેસ્ટ પેન્ડીંગ હોવાની સાથે ત્રીજી લહેરમા હજુ સુધી જિલ્લામાં એક પણ મૃત્યુ થયું ન હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...