ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨માં ચૂંટણી સાથે જોડાયેલા સરકારી અધિકારી કર્મચારીઓ, આવશ્યક સેવાઓમાં ફરજ બજાવતા કર્મચારીઓ તેમજ 80 વર્ષથી વધુ ઉંમર અસક્ષમ નાગરિકો તેમજ દિવ્યાંગો મતપત્રથી મતદાન કરી શકે તે માટે 12-D ફોર્મ છે. આ ફોર્મ ભરીને સરકારી અધિકારીઓ કર્મચારીઓ મતપત્ર દ્વારા મતદાન કરી શકશે. જેના અનુસંધાને પાટણ જિલ્લા કલેક્ટર વ જિલ્લા ચૂંટણી અધિકારી સુપ્રિત સીંઘ ગુલાટીએ મતપત્રથી મતાધિકાર મેળવવાનું 12-D ફોર્મ ભર્યું હતુ.
ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022 માં આ વર્ષે પ્રથમવાર શારીરિક રીતે અસક્ષમ વયોવૃદ્ધ અને દિવ્યાંગો મતપત્રથી મત આપશે. ચૂંટણીમાં ફરજ બજાવતા સરકારી અધિકારી કર્મચારીઓ અને આવશ્યક સેવાઓના કર્મચારીઓ કે જેઓ પોતાના મતવિસ્તારથી બહાર ફરજ નિભાવે છે. તેઓ લોકશાહીના આ મહાપર્વમાં સહભાગી થઈ શકે અને પોતાના કિમતી મત આપી કરી શકે તે માટે ફોર્મ 12-D ભરવું આવશ્યક છે. જેથી પાટણ જિલ્લા કલેક્ટર વ જિલ્લા ચૂંટણી અધિકારી સુપ્રિત સીંઘ ગુલાટીએ 12-D ફોર્મ ભરી મતપત્ર મેળવવા માટેની પ્રક્રિયા પૂર્ણ કરી હતી. ચૂંટણીમાં ફરજ બજાવતા સરકારી અધિકારીઓ કર્મચારી તેમજ આવશ્યક સેવા સાથે જોડાયેલા લોકોને ફોર્મ 12 D ભરી મતપત્રથી મતાધિકાર મેળવવા માટેની અપીલ પણ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.