પાટણમાં મનીષ સીસોદીયાનો રોડ શો:દિલ્હીના નાયબ મુખ્યમંત્રીએ કહ્યું- 'આપ' ગુજરાતમાં ચૂંટણી લડશે તો ભાજપને નહીં પ્રજાને ફાયદો થશે'

પાટણ10 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઇ રાજકીય પાર્ટીઓ સક્રિય બની ગઈ છે.ત્યારે AAPના પણ મોટા નેતાઓ પણ ગુજરાતમાં આંટાફેરા વધી ગયા છે. ત્યારે આજે પાટણ ખાતે AAPના નેતા અને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સીસોદીયા આજે પાટણમાં રોડ સો યોજી લોકોનો અભિવાદ ઝીલ્યો હતો.

મોદી મોદીના નારા લાગ્યા
મનીષ સીસોદીયા આજે પાટણ શહેરમાં રોડ શો પહેલા વીરમેઘમાયા મંદિર, નગરદેવી કાલિકા માતાજીના મંદિરે દર્શન પૂજન કર્યું હતું. ત્યારબાદ ત્રણ દરવાજા ખાતે રોડ શો યોજવા આવ્યો હતો. જે ત્રણ દરવાજા થઈ મેન બજાર હિંગલાચાચાર, બગવાડા સંપન્ન થયો હતો પાટણ ખાતે યોજાયેલ રોડ શોમાં ઇસુદાન ગઢવી અને પાટણ મત વિસ્તારના આપના ઉમેદવાર લાલેશ ઠક્કર સહિત મોટી સંખ્યામાં આપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં મનીષ સીસોદીયાનું આપના કાર્યકરોએ ફૂલહાર અને તિલક કરી સ્વાગત કર્યું હતું. રોડ શો દોશી વટ પહોંચતા એક વ્યક્તિએ મોદી મોદીના નારા લગાવ્યા હતા.મધ્યાન ભોજનના કર્મચારીઓ હમારી માંગે પુરી કરોના નારા સાથે રોડ શૉ જોડાયા હતા અને રજૂઆત કરાઈ હતી.

પ્રજાને ફાયદો થશે: મનીષ સિસોદિયા
આપના શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાએ જણાવ્યું હતું કે, 27 વર્ષમાં ભાજપે નવા હોસ્પિટલો શાળાઓ કે પ્રજાના વિકાસ માટે કોઈ કામ કર્યા નથી. મહિલાઓ યુવાનો અને પ્રજામાં રોષ છે. કેજરીવાલના નેતૃત્વ પર વિશ્વાસ કરી એક મોકો આપને આપવામાં આવશે તો યુવાનો મહિલાઓ અને સમગ્ર ગુજરાતમાં નવી શાળાઓ બનશે. યુવાનોને રોજગારી આપવામાં આવશે. તેમજ પાંચ વર્ષની અંદર જ ગુજરાતમાં તમામ સરકારી શાળાઓમાં તમામ સુવિધાઓ ઊભી કરવામાં આવશે. ભાજપ ઉપર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, ભાજપ કહે છે કે આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે તો ભાજપને જ ફાયદો થશે પરંતુ ભાજપ ને હું કહું છું કે આમ આદમી પાર્ટી ગુજરાતમાં ચૂંટણી લડશે તો ભાજપને નહીં પરંતુ પ્રજાને ફાયદો થશે.​​​​​​​ મનીષ સીસોદીયા આજે પાટણમાં રોડ શો યોજ્યા બાદ સાંજે બાલીસના ગામમાં સભા યોજશે. ત્યારબાદ બીજા દિવસે સિદ્ધપુરમાં ફરી રોડ શો યોજાશે.

અન્ય સમાચારો પણ છે...