તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાહત:દર્દીઓ ઘટતાં ઓક્સિજનની 300 બોટલની માંગ ઘટી

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પાટણમાં ઓક્સિજન પ્લાન્ટ પર હોમ આઇશોલેશનના દર્દીઓને ઝડપથી સિલિન્ડર ભરીને આપે છે - Divya Bhaskar
પાટણમાં ઓક્સિજન પ્લાન્ટ પર હોમ આઇશોલેશનના દર્દીઓને ઝડપથી સિલિન્ડર ભરીને આપે છે
  • પાટણમાં અગાઉ 1400 થી વધુ બોટલની માંગ હતી, પરંતુ 1100 બોટલ ભરાતી હતી પરિણામે ઓક્સિજનની અછત સર્જાતી
  • બહારના જિલ્લામાંથી દર્દીઓ માટે ઓક્સિજન લેવા આવતાં બંધ થતાં ઓક્સિજન બોટલની માંગ ઓછી થઇ

પાટણમાં કોરોના પિક દરમ્યાન એપ્રિલ માસમાં બે દિવસે 8 અથવા 10 ટન ઓક્સિજન મળતો જેમાં 50 કોવિડ હોસ્પિટલોમાં 900 બોટલ , હોમ આઇશોલેશનમાં રહેલા દર્દીઓ ઉપરાંત બનાસકાંઠા,મહેસાણા અને કચ્છ તરફથી ઓક્સિજન લેવા માટે લોકો આવતા હોવાથી રોજની 1100 થી વધુ સિલિન્ડર વિતરણ થવા છતાં ઓક્સિજનની ભારે અછત સર્જાતી હતી અને પ્લાન્ટ બહાર રાત્રિના 3 વાગ્યાથી જ વાહનોની બોટલ ભરવા લાઈનો લાગતી હતી.પરંતુ સોમવારે પ્લાન્ટ પર રીયાલીટી ચેક કરતા પ્લાન્ટ બહાર એકપણ ગાડી વેઈટિંગમાં જોવા મળી ન હતી.રોજ પૂરતો જથ્થો મળતો હોઈ હોસ્પિટલોમાં કોઈપણ કાપ વગર સિલિન્ડર આપતા અછત દૂર થવા પામી છે.

જિલ્લામાં બીજી લહેરમાં કોરોનાની ઘાતક અસર થતા હાઉસફુલ હોસ્પિટલોમાં દર્દીઓની સારવાર માટે ઓક્સિજનની ભારે અછત સર્જાઈ હતી.પરંતુ હાલમાં સ્થિતિમાં આંશિક રાહત થઇ છે. સોમવારે પાટણ શહેરની ખાનગી હોસ્પિટલોમાં તપાસ કરતા હોસ્પિટલોની માંગ સામે ઓક્સિજનનો જથ્થો પ્લાન્ટ માંથી પૂરતો આપી રહ્યા હોઈ ઓક્સિજનની અછત દૂર થઇ છે. ધારપુરમાં વધુ 6 ટન ઓક્સિજન મળતા અછત દૂર થતાં નવા બેડ શરૂ કરાયા છે.

ખાનગી હોસ્પિટલોમાં ઓક્સિજનનો પૂરતો જથ્થો હાલમાં મળતો હોઈ દર્દીઓને ઓક્સિજન લાવવા માટે ફરજ પાડવામાં આવતી નથી. સિદ્ધપુર ચોકડી પર આવેલ શ્લોક હોસ્પિટલમાં પહેલા 90 બોટલ ઓક્સિજનની જરૂર પડતી જેની સામે હવે દર્દીઓ ઘટતા 60 બોટલ જ મંગાવી રહ્યા છે.

સબરીમાલા ,જનતા ,અમથી બા ,પાટણ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ દાખલ હોઈ બોટલની માંગ ઘટી નથી. રોજ સવારે 11 વાગતા જ નવા ઓક્સિજનના સિલિન્ડર માંગ મુજબ આવી રહ્યા હોઈ હાલમાં કોઈ અછત ન હોવાનું ઘટના સ્થળે જોવા મળ્યું હતું. પરંતુ હાલમાં એકપણ હોસ્પિટલમાં વેન્ટિલેટર બેડ ખાલી ન હતા. સામાન્ય દર્દીઓ માટે બેડ ઉપલબ્ધ હોવાનું સુત્રો દ્વારા જણાવવામાં આવ્યુ હતુ.

પ્લાન્ટ પર સરેરાશ 300 બોટલની માંગ ઘટી
પ્લાન્ટના સંચાલક ભાવેશભાઈને પૂછતાં જાણવા મળ્યું હતું કે પહેલા બે દિવસે 8 ટન ઓક્સિજન આવતો હતો. જેની સામે 1400 થી વધુ બોટલની માંગ હતી.પરંતુ 1100 બોટલ ભરાઇ શકતી હતી.જેથી અછત સર્જાઈ હતી.

પરંતુ હાલમાં બહારના જિલ્લા માંથી લોકો આવતા બંધ થઇ જતા તેમજ કેટલીક હોસ્પિટલમાં મળી કુલ 800 જેટલી બોટલની જ માંગ છે.પ્લાન્ટમાં હાલમાં રોજ 6 ટન આસપાસ ઓક્સિજનનો જથ્થો આવી જાય છે.જેમાં ભરીને પુરી પાડી રહ્યા છીએ.હવે હોસ્પિટલો જેટલી બોટલ માંગે કાપ વગર આપી રહ્યા છીએ.તો લોકોને ભરીને આપી રહ્યા છીએ.300 જેટલી બોટલની માંગણી ઘટતા અછત દૂર થઈ છે.

અન્ય સમાચારો પણ છે...