સામાન્ય સભા:રેલવે ઓવરબ્રિજ ના રસ્તાઓ ઉપર એલાઈમેન્ટ બદલવા અંગે નિર્ણય સામાન્ય સભા પર છોડાયો

પાટણ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લેગેસી વેસ્ટ નિકાલ પ્લાન્ટ માટે પાલિકા દ્વારા કરાયેલ ટેન્ડર પ્રક્રિયા રદ કરવામાં આવશે

શહેરમાં નિર્માણ પામી રહેલા રેલવે ઓવરબ્રિજ ના રસ્તાઓ ઉપર સર્વિસ રોડ માટે ફાયર ફાઈટર પસાર થઈ શકે તેટલી જગ્યા મળતી ન હોવાથી એલાઈમેન્ટ ચેન્જ કરવાની જીયુડીસી દ્વારા કરાયેલ રજૂઆત અંગે નિર્ણય સામાન્ય સભા મારફતે કરવા સોમવારે યોજાયેલી કારોબારી બેઠકમાં નિર્ણય કરાયો હતો. જ્યારે લેગેસી વેસ્ટ નિકાલ માટે પ્લાન્ટ નાખવા માટે સરકાર કક્ષાએથી કામગીરી કરવા નિર્ણય લેવાયો હોવાથી પાલિકા દ્વારા કરાયેલ ટેન્ડર પ્રક્રિયા રદ કરવામાં આવશે.

પાટણ નગરપાલિકાની કારોબારી સમિતિની બેઠક ચેરમેન અરવિંદભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી જેમાં પાલિકા દ્વારા કચરા નિકાલ માટે માખણીયા પ્લાન્ટ પાસે વધારે જમીન માગવામાં આવી છે જેમાં ગૌચરની જમીન સો ટકા બજાર કિંમતે લેવા પાલિકા ઠરાવ કરીને મોકલશે તે પછી ખરીદીની રકમ નક્કી થશે. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત નિકાલ માટે રૂ. 188 લાખની ગ્રાન્ટ મંજૂર થઈ હતી તેમાં પાલિકા દ્વારા ટેન્ડર પક્રિયા કરાતા ત્રણ ટેન્ડર મળ્યા હતા પરંતુ પછી સરકાર સ્તરેથી જ આ કામ કરાવવા સરકાર દ્વારા પોલીસી બનાવી હોવાથી પાલિકા દ્વારા કરાયેલ ટેન્ડર પ્રક્રિયા રદ કરાશે.

રેલવે ઓવરબ્રીજના યુનિવર્સિટી રોડ તેમજ રેલવે સ્ટેશન તરફ ફાયર બ્રિગેડ પસાર થઈ શકે તેટલી જગ્યા મળતી ન હોવાથી એલાઈમેન્ટ ચેન્જ કરવા માટે ચર્ચા વિચારણા ના અંતે આ નિર્ણય સામાન્ય સભા પર છોડવામાં આવ્યો હતો .ડીસા ચાણસ્મા હાઇવે પર આવેલા ઓવરબ્રિજ નીચે પડતર જગ્યા માં પે એન્ડ પાર્કિંગની સુવિધા કરવા માર્ગ મકાન વિભાગ પાસે જગ્યાને માગણી કરાશે. રાજ્ય સરકાર તરફથી ઉર્જા બચત થાય તે માટે નગરપાલિકા કચેરી અંબાબાઈ ધર્મશાળા ગાંધીબાગ ખાતે તૈયાર થનાર સિવિક સેન્ટર માં સોલાર રુફટોપ સિસ્ટમ લગાવવા ચર્ચા કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...