સિદ્ધપુરમાં આદર્શ નગર રોડ રેલવે ફાટક પાસે એક યુવતી ટ્રેનની અડફેટે આવી જતા તેને ગંભીર ઇજાઓ થતાં યુવતીનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું.
સિદ્ધપુર ખાતે રહેતી સંકુતલાબેન સંતરામ રાજપુત ઉ.23 કુદરતી હાજતે જવા માટે નીકળી હતી તે વખતે આદર્શ નગર રોડ રેલવે ફાટક પાસે વચ્ચે રેલવે પાટો આવતો હોવાથી તેની પર અચાનક ટ્રેન આવી જતા યુવતી ગભરાઈ ગઈ હતી અને ટ્રેન સાથે અથડાતા તેને ગંભીર ઇજાઓ થતા તેનું મૃત્યુ થયું હતું.
આ અંગે યુવતીના ભાઈ જીતુભાઈ સંતરામ રાજપૂતે સિધ્ધપુર પોલીસ મથકે ખબર આપતા પોલીસે અકસ્માત મોત નોંધ કરી હતી અને સિધ્ધપુર સિવિલ ખાતે પીએમ કરવામાં આવ્યું હતું પોલીસે આ ઘટનાની તપાસ શરૂ કરી હતી. પી.એસ.આઇ.વી.એ લીમ્બાચીયા એ જણાવ્યું હતું કે આ યુવતીના 2 ડિસેમ્બરે જ લગ્ન થયા હતા અને તે હોળી ધૂળેટીના તહેવાર નિમિત્તે તેના પિયરમાં સિધ્ધપુર ખાતે આવેલી હતી કુદરતી હાજતે ગઈ હતી તે વખતે ટ્રેનની અડફેટે આવી જતા તેનું મોઢું ચગદાઈ જતા ગંભીર ઇજાઓના કારણે મોત થયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.