સિદ્ધપુર તાલુકાના સમોડા ગામે આવેલ સરસ્વતી શારદા વિદ્યાપીઠ ખાતે વિશ્વ શાંતિના લાભાર્થે અને રશિયા યુક્રેન યુદ્ધના વિરોધમાં ગાંધીવાદી કાર્યકર ધનજીભાઈ ઓખાભાઈ વિશ્વબંધુનું વ્યાખ્યાન અને ધરણા સોમવારે યોજાયા હતા.
આ પ્રસંગે પ્રિન્સિપાલ પ્રિયંકાબેન પટેલ અને પ્રોફેસર ગણ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વિશ્વ બંધુ દ્વારા અહિંસા નું મહત્વ સમજાવી રશિયા યુક્રેન યુદ્ધ બંધ થાય તેની અગત્યતા જણાવી હતી. આ પ્રસંગે તેમણે સરકાર દ્વારા ત્રણ કૃષિ કાયદા રદ કરાયા તે પૂર્વે થયેલા આંદોલનમાં 1000 જેટલા ખેડૂતોના મોત થયા હતા. આવી ઘટના દેશમાં ન બનવી જોઈએ. આંદોલનમાં થયેલા મોતની ઝારશાહીના શ્રમિકો ઉપરના ગોળીબારથી થયેલા મોત સાથે સરખામણી કરીને જણાવ્યું હતું કે ગાંધી મુલ્યો સાથે હિંસા સંભવી શકે નહીં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.