ગૌરવ:ચંદ્રુમાણાના બ્રાહ્મણ પરિવારની પુત્રીએ ર્ડાક્ટર બની પિતાનું સ્વપ્ન સાકાર કર્યું

પાટણ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દીકરીએ પિતાની અંતિમ ઈચ્છા પુરી કરી
  • સિદ્ધપુર ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીમાં અભ્યાસ પૂર્ણ કર્યો

પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામના વતની અને પાટણ ખાતે રહેતા અલ્કેશભાઇ ચુનીલાલ વ્યાસે તેમની એકની એક દીકરી રાજવીને ડોક્ટર બનાવવાનું લક્ષ્ય નક્કી કર્યું હતું. દીકરીને ડોક્ટર બનાવવા માટે તેઓ તેમના કન્સ્ટ્રકશનના વ્યવસાયમાં અથાગ પરિશ્રમ કરી રહ્યા હતા. દીકરીના ચાલુ અભ્યાસક્રમ દરમિયાન તેઓ શિવ ધામ શરણ થતાં ચાલુ અભ્યાસક્રમે દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવતા તેના પર આભ ફાટ્યું હતું.

પરંતુ તેણે પિતાનું સ્વપ્ન સાકાર કરવા માતા પાયલબેનની હુંફ મેળવી અથાગ પરિશ્રમ કરી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી માન્ય સિદ્ધપુરની ગોકુલ ફિઝીયોથેરાપી કોલેજ ખાતે ચાર વર્ષનો બેચલર ઓફ ફિઝીયોથેરાપીનો અભ્યાસ ક્રમ પૂર્ણ કરી ફિઝિયોથેરાપીસ્ટની પદવી પ્રાપ્ત કરી છે. ર્ડા. રાજવી અલ્કેશભાઇ વ્યાસે અથાગ પુરુષાર્થ કરી ઝળહળતી સિદ્ધિ પ્રાપ્ત કરી ચંદ્રુમાણા બ્રહ્મ સમાજનું ગૌરવ વધાર્યું છે.

અન્ય સમાચારો પણ છે...