તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અભ્યાસ:17 ઓગસ્ટથી શરૂ થતી બીજા તબક્કાની પરીક્ષાની તારીખ બદલાઈ શકે છે : કુલપતિ

પાટણએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • યુનિવર્સિટીની પરીક્ષા માટે સોફ્ટવેર તૈયાર થવામાં વિલંબની શક્યતા
  • નવિન સત્ર માટેના અભ્યાસક્રમ મંજુર કરાયા, નવિન કોલેજના જોડાણ અંગે ચર્ચા કરાશે

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીની પરીક્ષાઓ માટે સોફ્ટવેર નવેસરથી સંપૂર્ણ તૈયાર કરવાનું હોઈ વિલંબ થવાના એંધાણને લઇ બીજા તબક્કાની 17 ઓગસ્ટથી શરૂ થતી પરીક્ષાઓની તારીખોમાં ફેરફાર થવાના સંજોગો ઉભા થયા છે. યુનિવર્સિટીમાં એકેડમીક બેઠક મળી હતી. જેમાં વર્ષ 2020 - 21ના નવીન સત્રના શરૂ થતા અભ્યાસક્રમ મંજુર કરવામાં આવ્યા હતા. તેમજ નવીન કોલેજો માટે આવેલ જોડાણ અરજીના રિપોર્ટ વંચાણે લઇ નિર્ણય માટે ઇસી બેઠકમાં મુકવામાં આવ્યા હતા.

યુનિવર્સિટી દ્વારા પ્રથમ તબક્કામાં શરૂ કરેલ 25 પરીક્ષાઓ 6 ઓગસ્ટના રોજ સફળ રીતે પૂર્ણ થઇ છે. જેમાં 95 ટકા છાત્રોએ પરીક્ષા આપી હતી. હવે બાકી રહેલ અન્ય પરીક્ષાઓ માટે વધુ સંખ્યા હોઈ નવીન સોફ્ટવેરની ટેન્ડર પ્રકિયા કરવામાં આવી રહી છે. જેમાં સોફ્ટવેર હેક અને હેંગ ન થાય અને એક સાથે 70 હજાર છાત્રોની પરીક્ષા સફળ રીતે લેવાય તેવા સોફ્ટવેરની યુનિવર્સિટીની જરૂરિયાત છે .ત્યારે આ સોફ્ટવેર હાલમાં રેડિમેડ ન હોઈ તેને તૈયાર કરી ડેટા અપલોડ સહીત સર્વર હાયર કરવા જેવી વિવિધ બાબતો કરવાની થાય છે.

જે સોફ્ટવેર માટેનું ટેન્ડર પાસ થયા બાદ આ કામગીરી શરૂ થશે અને 10 ઓગસ્ટની ઇસીમાં નિર્ણય બાદ પ્રકિયા શરૂ થશે જેથી સોફ્ટવેર પરીક્ષા માટે તૈયાર થવામાં સમય લાગે એમ હોવાનું હાલમાં પ્રાથમિક દર્ષ્ટીએ જોવા મળ્યું છે. જેથી આગામી 17 ઓગસ્ટથી શરૂ થતી બીજા તબક્કાની પરીક્ષાઓની તારીખોમાં ફેરફાર થવાની શક્યતાઓ છે.પરંતુ હજુ તમામ બાબતોએ ચર્ચા બાદ ઇસી બેઠકમાં યોગ્ય નિર્ણય લેવાશે અને સતાવાર છાત્રોને જાણ કરાશે તેવું કુલપતિ ડૉ જે.જે વોરા દ્વારા જણાવ્યું હતુ. યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. પરીક્ષા સંબંધીત તમામ કાળજી રખાય છે.

અન્ય સમાચારો પણ છે...