ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓના ઇ.પી.એસ 95માં સમાવિષ્ટ તમામ ડિપાર્ટમેન્ટના વયોવૃદ્ધ પેન્શનર્સના નિવૃત કમાંડર રાષ્ટ્રીય અધ્યક્ષ રાઉતના સંદેશનુસાર ડો.આર.એસ.પટેલ કન્વિનર નિવૃત જનરલ મેનેજર સાબર ડેરીના માર્ગદર્શન હેઠળ 24 ડિસેમ્બરે રાષ્ટ્રીય મહાસંમેલન સાબર ડેરીના સંકુલમાં યોજાયું હતું. જેમાં હાલમાં મળી રહેલ પેન્શનની રકમમાંથી દુધ કે શાકભાજી પણ મળવા મુશ્કેલ છે.
આ તમામ પદાધિકારીઓને લેખીતમાં આવેદનપત્ર આપીને પેન્શનનો સંદેશો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભુપેન્દ્ર યાદવ શ્રમ રોજગાર મંત્રીને પહોચાડવા રજૂઆત કરી હતી. રાઉતે પેન્શનના પશ્ન બાબતે સરકાર 15 દિવસના સમય મર્યાદામાં ન્યાય નહી આપે તો સમગ્ર દેશના 27 રાજ્યો એકજ નિયત કરેલ તારીખે વૃધ્ધ પેન્શનર્સ રસ્તા પર આવી કરો યા મરો સાથે દેશના તમામ રાજયોના રસ્તા રોકવામાં આવશે. દેશના 70 લાખ કરતાં વધુ વૃદ્ધ પેન્શનર્સ ભારતના રાષ્ટ્રપતિ રજૂઆત કરવામાં આવશે .
સંમેલનમાં ગુજરાતના પાટણ સહિતના જિલ્લાઓના હોદેદારો , સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ સ્નેહમિલનમાં સાબરકાંઠાના દિપસિહ રાઠોડ સાસંદ, રમીલાબેન બારા રાજ્ય સભાના સાંસદ, ઉપરાંત શામળભાઇ પટેલ અધ્યક્ષ સાબર ડેરી, જેઠાભાઇ પી.પટેલ અધ્યક્ષ જિલ્લા ખરીદ વેચાણ સંઘ, મહેશભાઈ.એ.પટેલ પદાધિકારીઓ હાજર રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.