1 વર્ષ પૂર્ણ:પાટણ પાલિકાની વર્તમાન બોડીનું બુધવારે 1 વર્ષ પૂર્ણ

પાટણ6 મહિનો પહેલા
  • કૉપી લિંક

પાટણ નગરપાલિકામાં વર્તમાન ચૂંટાયેલ બોર્ડ બુધવારે એક વર્ષ પૂર્ણ કરી બીજા વર્ષમાં પ્રવેશ કરશે. એક વર્ષના શાસનમાં સત્તા પક્ષ દ્વારા તેમની કામગીરી અને સિદ્ધીઓ આગળ કરાઈ રહી છે જ્યારે વિપક્ષ અને અપક્ષ શહેરને ખાડા નગરી બનાવી નાખી હોવાની આકરી પ્રતિક્રિયા આપી છે. ખાસ કરીને ભૂગર્ભ ગટર ચોક અપ થવી, વરસાદી પાણીના જમાવડા, જૂથવાદ, ભ્રષ્ટાચાર તેમજ પીવાના પાણી સહિત અન્ય મુદ્દા અંગે પાલિકા તંત્ર નિષ્ફળ રહ્યું હોવાનું વિપક્ષ એ જણાવ્યું હતું.

પાલિકાના અપક્ષ કોર્પોરેટર ડો. નરેશ દવેએ જણાવ્યું હતું કે કેટલાક સારા કામો થયા છે તેની નોંધ લેવી જોઈએ પરંતુ શહેર ખાડા નગરીમાં ફેરવાઈ ગયું છે. ચીફ ઓફિસર દ્વારા ઝડપી અને સમયસર નિર્ણય ન લેવાના કારણે વહીવટી અને અન્ય વિકાસ ખોરંભે પડી રહી હતી. પાલિકાના ઇતિહાસમાં પ્રથમ વખત અમારે પાલિકાની કામગીરી સંબંધે પ્રાદેશિકમિશનર કચેરીમાં અપીલ કરવી પડી છે. ભૂગર્ભના પ્રશ્નો હલ કરવા મેન રાઇઝિંગ નું કામ ,પાણીની પાઈપલાઈનો અને પાણીની ટાંકીઓના કામ થયા છે.

વિપક્ષના ભરત ભાટિયાએ જણાવ્યું કે નવી બોડી કામ કરી શકતો નથી ભાજપમા ચાર ગ્રુપ ચાલી રહ્યા છે અને તેમાં મનસ્વી નિર્ણય કરી રહ્યા છે ગત બોડી એ બનાવેલા રોડ તોડી નાખવામાં આવ્યા છે ગંદકીનું સામ્રાજ્ય છે સામાન્ય સ્પેરપાર્ટ ના અભાવે વાહનો અટકેલા છે.

પાલિકા પ્રમુખ સ્મિતા બેન પટેલે જણાવ્યું કે tp2 અમે મંજુર કરાવી, જૂની ગ્રાન્ટો જે પાછી ગઈ હતી તે પરત લાવી ને કામ શરૂ કરાયા ,પાણીપુરવઠા નેટવર્કના સર્વે શરૂ કરાયો છે, લેગેસી વેસ્ટ નો મોટો પ્લાન્ટ પાલિકા ને મળ્યો છે, ભૂગર્ભ ગટર સ્ટ્રીટ લાઈટ સહિત દરેક શાખામાં વિકાસની કામગીરી ચાલી રહી છે. જૂથવાદ એવું કઈ જ નથી એ વિપક્ષની વાતો હશે

અન્ય સમાચારો પણ છે...