તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:પાટણ જિલ્લામાં બીજો ગુજસીટોક હેઠળ ગુનો સિદ્ધપુર પોલીસ મથકમાં નોંધાયો

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અગાઉ ઝીલીયા ગેંગ વિરૂદ્ધ ચાણસ્મા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો

પાટણ જિલ્લામાં વધુ એક ગુનો ગુજસીટોક હેઠળ નોંધયો છે. અગાઉ જિલ્લાનો પહેલો ગુજસીટોક હેઠળનો ગુનો ચાણસ્માના ઝીલીયા ગામની કુખ્યાત ગેંગ વિરૂદ્ધ નોંધ્યા બાદ હવે બીજો ગુજસીટોક હેઠળનો ગુનો સિદ્ધપુરના ઈરાની છાપરા વિસ્તારમાં રહેતા બે શખ્તો સહિત કુલ ૩ વ્યક્તિઓ વિરૂદ્ધ નોંધવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ સિદ્ધપુર પોલીસ મથકમાં મયદીન અકબરીયા બીસુમીયા સૈયદ, નિઝામમીયા અકબરમીયા સૈયદ બંન્ને (રહે. ઈરાની છાપરા સિદ્ધપુર) અને શબ્બીર અહેમદ ગુલામખાન નાગોરી (રહે. સિદ્ધપુર પટેલ એસ્ટેટ) વિરૂદ્ધ ગુજરાત કંટ્રોલ ઑફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઈઝડ ક્રાઈમ એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી છે.

આ કેસની કાર્યવાહી અંતર્ગત સિદ્ધપુર પોલીસને બાતમી મળી હતી કે, આ ગુનાનો આરોપી હાલમાં સિદ્ધપુર પોલીસ લાઈનના ખૂણા ઉપર રહેતા શબ્બીર ઈબ્રાહીમભાઈ ધોબીના ઘરમાં છે. જેથી પોલીસના જવાનો તેની તપાસમાં જતાં પોલીસને શબ્બીરભાઈના ઘરમાં જતા અટકાવવામાં આવી હતી જે સમજાવટ બાદ મૈયુદીન સૈયદને લઈ પોલીસ ઘરમાંથી બહાર નીકળતી હતી. ત્યારે શબ્બીરે પોલીસને રોકીને પોલીસ જવાન યુનિફોર્મમાં હોવા છતાં તેના સાથે ઝપાઝપી કરી ધમકીઓ આપી સરકારી કામકાજમાં રૂકાવટ ઉભી કરતાં પોલીસે શબ્બીર ઈબ્રાહીમભાઈ ધોબી વિરૂદ્ધ પણ ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...